તાપી જિલ્લાના વ્યારા સ્થિત કે. કે કદમ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩” કાર્યક્રમ યોજાયો
પુરૂષાર્થ એ જ પારસમણિ છે, પુરૂષાર્થ કરશો તો જ તમને શ્રેષ્ઠ ફળ મળશે :- માન.રા.ક.મંત્રીશ્રી કુંવરજી હળપતિ
……….
માહિતી બ્યુરો, વ્યારા -તાપી તા.૨૭ માન.રા.ક.મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ ના અધ્યક્ષ સ્થાને તથા વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી તથા જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાનાં વ્યારા સ્થિત કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજી હળપતિએ તમામ વિદ્યાર્થીઓ ને જણાવ્યુ હતું કે પુરૂષાર્થ એજ પારસમણિ છે, તમે પુરૂષાર્થ કરશો તો જ તમને શ્રેષ્ઠ ફળ મળશે.વિદ્યાર્થીઓએ એકલતા અને એકાગ્રતા રાખી વાંચવું જોઈએ, સમય મર્યાદા સાથે યોગ્ય ટાઈમ ટેબલ બનાવી વાંચવું અને પુસ્તકો સાથે મિત્રતા રાખવી પડશે.
વધુમાં તેમણે શિક્ષકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શિક્ષકોએ પોતાના વર્ગમાં ભણતું બાળક મારું જ છે એવું જ માની ને તેને ભણાવવું જોઈએ. તેમણે શિક્ષકો ને “શિક્ષક તું બડા મહાન હૈ” કહી નવજ્યા હતા. દરેક શાળામાં “લાઈબ્રેરી હોવી જોઈએ,જો લાઈબ્રેરી સાથે ઘનિષ્ઠ મિત્રતા રાખશો તો તમેં જીવનમાં ક્યારેય અટકશો નહીં એમ કહી તમામ વિધાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ વિધાર્થીઓને આગામી આવનાર પરીક્ષા માટે ચિંતામુક્ત, નીડરતા સાથે તૈયારી કરવા જણાવ્યું હતું. વધુમાં એસ. એસ. સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને પેન્સિલ, બોલપેન અને કોલલેટર સાથે સાચવીને રાખવા જણાવ્યું હતું અને આવનારી બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અઘ્યક્ષ સ્થાનેથી “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩”નું જીવંત પ્રસારણ શાળાના બાળકો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા,જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ ચૌધરી, શિક્ષણનિરીક્ષકશશ્રી ગોવિંદભાઇ, કે.કે. કદમ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી સંગીતાબેન ચૌધરી, વ્યારા સગઠન પ્રમુખશ્રી કેયુર શાહ,શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ,વિવિધ શાળાના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકમિત્રો તથા શાળાની વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
000000