રાષ્ટ્રીય મતદાતા દિવસે ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ‘અચૂક મતદાન કરવાના’ શપથ લેવડાવ્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૫: રાષ્ટ્રીય મતદાતા દિવસે ડાંગના ખાસ કરીને યુવાનોને શપથ લેવડાવતા, ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ
જિલ્લાના મતદારોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાની હાંકલ કરી છે.
ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવાય છે. ત્યારે ડાંગ કલેકટરશ્રીએ કૃષિ કેન્દ્ર-વઘઇના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત યુવા મતદારો, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારી, અધિકારીઓને શપથ લેવડાવ્યા હતા કે, ‘અમે ભારતના નાગરિકો લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શપથ લઈએ છીએ કે, અમે આપણા દેશની લોકશાહી પરંપરાની જાળવણી કરીશું તથા સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાનું જતન કરતાં કરતાં નિર્ભિત થઈને ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા કે કોઈ પણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં અમારા મતાધિકારનો અચૂક ઉપયોગ કરીશું’
ઉલ્લેખનિય છે કે, આજે દેશ આખો ભારત ૧૩ મો ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવી રહ્યું છે.
–