વ્યારા સ્થિત કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે આર્થિક બાબતોની સાક્ષરતા અને મહિલા સશક્તિકરણ અંગે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાશે
કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે ચિત્રકળા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
………………..
માહિતી બ્યુરો,વ્યારા-તાપી:તા.24:- માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રીય કાર્યાલય, સુરત કેન્દ્ર સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરે છે. કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ક્ષેત્રીય કાર્યાલય, સુરત દ્વારા વ્યારા ખાતે શ્રીમતિ કે. કે. કદમ કન્યા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીઓને આર્થિક બાબતોની સાક્ષરતા અને મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાપી કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના હસ્તે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડીયા, તથા પત્ર સૂચના કાર્યાલયના ઉપ નિર્દેશક યોગેશ પંડ્યાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવશે. તથા ર.ફુ દાબુ કેળવણી મંડળના ઉપપ્રમુખ આયુષભાઈ શાહ, રુચિરભાઈ દેસાઈ, શ્રીમતિ કે. કે. કદમ કન્યા વિદ્યાલયનાં આચાર્યાશ્રી સંગીતાબેન ચૌધરી, સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોરઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી બેંક મેનેજર રસિકભાઈ જેઠવા દ્વારા વિદ્યાથીનીઓને ઓનલાઇન બેંકિંગ, છેતરપિંડીથી બચવાના ઉપાય સહિતની જાણકારી આપવામાં આવશે. સાથે જ RSETI (ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા)નાં નિર્દેશક ઓમેશ ગર્ગ સ્વ રોજગાર અંગે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ ઉપક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.આર્થિક બાબતોની સાક્ષરતા અંગે અનિલભાઈ PPT દ્વારા માર્ગદર્શન આપશે.
વધુમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કાર્યક્રમની પૂર્વસંધ્યાએ એટલે કે 24મી જાન્યુઆરીએ કે. કે. કદમ કન્યા વિદ્યાલયમાં ચિત્રકળા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનુ ઇનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા જેમના 18 વર્ષ પુર્ણ થયા હોય એવી વિદ્યાર્થીનીઓનું મતદાર યાદીમાં નામ નોધણી કરવામાં આવશે એમ માહિતી કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરતનાં ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ જણાવ્યું છે.
00000000000000000