જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે
સરકારી વિભાગોની યોજનાઓના ટેબ્લો, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવશે
……………
માહિતી બ્યુરો વ્યારા તાપી તા. 24: આગામી 74માં પ્રજાસત્તાક દિન તા.26-01-2023, ગુરૂવારના રોજ તાપી જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા સમાહર્તાસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, પશુપાલન, ડી.આર.ડી.એ., ડી.જી.વી.સી.એલ., આઈ.સી.ડી.એસ., વાસ્મો, વન વિભાગ સહિત દ્વારા જિલ્લામાં મેળવેલ સિદ્ધિઓના આકર્ષક ટેબ્લો, પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સાથે જિલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવશે.
વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તાપી જિલ્લાની જાહેર જનતાને ઉત્સાહભેર બહોળી સંખ્યામાં જોડાવા તાપી જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦