ગાંધીધામમાં ગુજરાતમાં પ્રથમવાર કોવન કી-ડો (ટેકવુન્ડો)જીલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ
આ સ્પર્ધામાં કુલ ૩૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો
(એમ.જી.દવે દ્વારા, ગાંધીધામ) : ગુજરાતમાં સૌપ્રથમવાર ગાંધીધામ રમત ગમત સંકુલ ખાતે કી ડો(ટેકવુન્ડો) જીલ્લાકક્ષાની સ્પૅધા યોજાઈ જેમાં ગુજરાતમાંથી બનાસકાંઠા બરોડા સુરત કચ્છ પોરબંદર ગીર સોમનાથ વગેરે જિલ્લામાંથી 300થી વધુ બાળકોએ ભાગ લીધો હતો,
કોવન કી-ડો એશસોયિન ગુજરાઈઆયોજિત કોવન કી ડો ફેડરેશન ઓફ ઈન્ડિયા સંચાલિત ગાંધીધામ રમત ગમત મેદાન ખાતે તારીખ 4 /5 /જાન્યુઆરી ના રોજ સબજુનિયર ,જુનિયર, અને સિનિયર ,ચેમ્પિયનશીપ માટેની સ્પર્ધા યોજાઇ, જેમાં ગુજરાતભરમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે કચ્છ જિલ્લો દ્વિતીય નંબરે બનાસકાંઠા અને તુતીય નંબરે પોરબંદર જિલ્લા એ નંબર મેળવેલ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ડો,શ્યામ દાદવાલ મુન્દ્રા પોટૅ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સ્પોન્સર રતનલાલ એસ અંચતાણી ના માનમાં આયોજીત કરાઇ હતી આ રમતને સફળ આયોજન કરનાર ચૌધરી રશ્મિ અને ચૌધરી શિવરાજ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.