પદમડુંગરી આંગણવાડી-1,2,3 દ્વારા બાળકોને વન ભોજન કરાવાયું
ગામના સરપંચશ્રી, દૂધ ડેરીના પ્રમુખશ્રી, પાલક વાલીશ્રીઓ દ્વારા ફાળો આપી 36 જેટલા બાળકોને વન ભોજન કરાવાયું
…………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.18: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની પદમડુંગરી આંગણવાડી-1,2,3 દ્વારા 36 જેટલા બાળકો માટે વન ભોજન કરાવવાનું આયોજન કર્યું હતું. જેમાં સી.ડી.પી.ઓ ગીતાબેન, મુખ્યસેવીકા સંગીતાબેનના માર્ગદર્શન હેઠળ તથા પદમડુંગરી ગામના સરપંચશ્રી, દૂધ ડેરીના પ્રમુખશ્રી, પાલક વાલીશ્રીઓ અને બાળકોના વાલીઓ દ્વારા બાળકોને પ્રકૃતિને જાણવા સાથે વનમાં ભોજન માંણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોને પ્રકૃતિ વિશે સમજ આપી, વનમા જોવા અને જાણવા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું,પશુ-પક્ષીની ઓળખ, વનસ્પતિઓની ઓળખ, નદી, મંદીરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બાળકોએ ભરપુર આનંદ માણ્યો હતો. આ સાથે વનભોજનમાં કઢી, ખીચડી, શાક, ખમણ, મોહનથાળ, પુરી, સલાડ, પાપડ, અને ચોકલેટનો લાહ્વો માણ્યો હતો. ભોજન માટે પદમડુંગરી ગામના સરપંચશ્રી, દૂધ ડેરીના પ્રમુખશ્રી, પાલક વાલીશ્રીઓ દ્વારા ફાળો આપવામાં આવ્યો હતો.
000000000