તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને યોજાઇ
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.17: તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં જિલ્લાના વર્ષ-2023ના વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન વિશે સર્વ સભ્યશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં થતા રોડ અકસ્માતોને ટાળવા માટે જરૂરી પગલા રૂપે નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી અંગે ડ્રાઇવ કરવા, શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં રોડ એક્સીડન્ટમાં મૃત્યુ કે ઇજાના આંકડાનું અવલોકન, ચેકીંગ વિઝીટના તારણો અંગે, રોડ એંજીનીયરીંગ સંબંધિત સાઇન બોર્ડ, સ્પીડ બ્રેકર અને સાથે સાથે વિવિધ સ્થળોએ નિયમો અંગે બેનરો લગાવવા જેવા મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
000000