તાપી જિલ્લા સ્તરે ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય “RCPS Act:2013” તથા “RTI Act:2005” ની વર્કશોપ યોજાયો

Contact News Publisher

“તમામ નાગરીકને માહિતી અધિકાર અધિનિયમ વિશે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ” – ડૉ.ભાવસાર

માહિતી બ્યુરો,વ્યારા -તાપી તા.૧૬ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સુરત દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી હોલ, વ્યારા ખાતે જિલ્લા સ્તરે ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય “RCPS Act:2013” તથા “RTI Act:2005” ની તાલીમવર્ગ/વર્કશોપ/સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં ક્ષેત્રાધિકાર હેઠળના વિભાગોને RCPS Act:2013”તથા આ વિષય અન્વયે થતી કામગરી અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ સેમિનારના વક્તા ડૉ.ભાવસારે પ્રથમ સેશનમાં RTI Act:2005” અને બીજા સેશનમાં “RCPS Act:2013”વિશે વિસ્તુત ચર્ચા કરી હતી. અધિકારી/કર્મચારીઓને મુંજવતા સવાલોના યોગ્ય જવાબો આપ્યા હતા.
માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ વિશે જણાવતા ડૉ ભાવસારે જણાવાયું હતું કે, તમામ નાગરીકને માહિતી અધિકાર અધિનિયમ વિશે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. દરેક સત્તામંડળે જરૂરિયાત અનુસાર ઇન્ટરનેટ સહીતના સંદેશાવ્યવહારના જુદા જુદા સાધનો મારફતે સમયાંતરે આપ મેળે વધુમાં વધુ માહિતી પુરી પાડવા માટે સતત પ્રયાસ કરવો જોઈએ. જેથી લોકોને માહિતી મેળવવા માટે આ અધિનિયમનો ઉપયોગની ઓછી જરૂર પડે. સાથે લાભાર્થીને યોગ્ય માહિતી પુરી પાડવી જોઈએ.

જયારે RCPS Act:2013”વિશે વિસ્તુત ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે, જાહેર સેવા અંગેનો નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ આ કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે. જેનો અમલ કાયદાની વ્યાખ્યામાં આવતા તમામ જાહેર સત્તામંડળોએ અમલ કરવાનો હોય છે. વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદો નાગરિકોને નિયત સમય મર્યાદામાં સેવાઓ મેળવાનો અધિકાર આપી કાયદા આધારિત અભિગમ આપવાનો છે. અને રાજ્ય સરકારે જાહેર કરેલ સેવાઓને જે તે સમય મર્યાદામાં પુરી પાડવાની હોય છે.
આ સેમિનારમાં તાપી જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્માચારીશ્રીઓઓ ઉપસ્થિતિ રહી માહિતી સભર વર્કશોપનો લાભ લીધો હતો.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other