વ્યારામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે RSS દ્વારા સુર્ય નમસ્કાર યજ્ઞ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મકરસંક્રાંતી એટલે સૂર્ય ઉપાસનાનું પાવન પર્વ કહેવાય છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ સહીત જિલ્લા ભરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા નગરમાં સુર્ય નમસ્કાર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ હતું. વહેલી સવારે સ્વયંસેવક બંધુઓ કડ કડતી ઠંડીમાં સુર્ય યજ્ઞ પવિત બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે યજ્ઞ સાથે સુર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વયંસેવકો રાષ્ટ્ર અને સમાજના કાર્ય માટે તન અને મનથી સમર્પિત થઇ સહભાગી બન્યા હતા. જીલ્લા મથક વ્યારા ખાતે, સયાજી મેદાનમાં યોજાયેલ સુર્ય નમસ્કાર યજ્ઞમાં વક્તા તરીકે ઉપસ્થિત વિભાગ પ્રચારક મૂળેશભાઈ જોગીયાએ તમામ એક થઇ રાષ્ટ્ર નિર્માણમાં લાગી જાય. આજના મકરસંક્રંતી મહા પર્વ નિમિતે દાન આપવાની મહિમા હોવાથી, સેવા ધર્મ નિભાવી આસપાસ રહેતાં બાંધવોને મદદ કરવા આહવાન કર્યું હતું. તથા સંગઠન મજબૂત કરવા જણાવ્યું હતું. એજ રીતે અન્ય સ્થાનો પર પણ વક્તાઓ દ્વારા બૌધિક આપવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other