દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્રનો જાહેર અનુરોધ

Contact News Publisher

કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશ્વના ૧૬ દેશોના ૫૦ અને ભારતના ૮ રાજ્યોના ૩૯ તેમજ ગુજરાતના ૩૭ સહિત કુલ ૧૨૬ પતંગબાજો ભાગ લેશે

સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૯ મી એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  :  ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૯ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦ યોજાશે. જેમાં વિવિધ ૧૬ દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના ૫૦ અને ભારતના વિવિધ ૮ રાજ્યોના ૩૭ અને ગુજરાતના ૩૭ સહિત કુલ- ૧૨૬ પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. કેવડીયાના આંગણે થનારી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરની સોનેરી તક માણવાનો લાભ લેવા નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કેવડીયાના આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ,લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના મેનેજીંગ ડિરેક્ટરશડૉ.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષપદે-ઉદધાટકપદે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અતિથિ વિશેષપદે રાજ્યના પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી અને મોતીસિંહ વસાવા તેમજ ગુજરાત પ્રવાસન નિગમના પૂર્વ ડિરેક્ટરશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે તેમ, જિલ્લા કલેક્ટરશ્રી આર.એમ.કોઠારી અને ટુરિઝમ કમિશનરશ્રી અને ગુજરાત પ્રવાસન નિગમ લિે.ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી જેનુ દેવન તરફથી જણાવાયું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ફ્રાન્સ-ના ૫, નેપાળ-૩ , નેધરલેન્ડ-૪, ન્યુઝીલેન્ડ-૧, રશિયાના-૪, સિંગાપુર-૧, સ્લોવેનિયા-૩, સ્પેન-૩, શ્રીલંકા-૩, ટ્યુનિશીયા-૪, તુર્કી-૪, થાઇલેન્ડ-૧, યુક્રેઇન-૮, યુ.કે-૧, યુ.એસેએ-૨ અને વિયેતનામ-૩ વગેરે જેવા વિવિધ દેશોના ૫૦ પતંગબાજો ઉપરાંત ભારત દેશમાંથી ગુજરાત-૩૭, ઉતરપ્રદેશ-૫, તામિલનાડુ-૨, કેરાલા-૧૦, પશ્વિમ બંગાળ-૪, બિહાર-૬, લક્ષદિપ-૨, કર્ણાટક-૮ અને સિક્કીમ-૨ વગેરે જેવા વિવિધ રાજ્યોના ૩૯ પતંગબાજો તેમજ ગુજરાતના ૩૭ સહિત કુલ-૧૨૬ જેટલાં પતંગબાજો ભાગ લેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *