વનકર્મીનાં અપહરણના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશક સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા આપેલ સુચના અનુસંધાને કાકરાપાર પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. 11824004230024/2023 ઇ.પી.કો. કલમ 365, 186, 114 મુજબનો ગુનો તા. 10/01/2023 ના રોજ દાખલ થયેલ. અને આ ગુનાના કામના આરોપીઓ ટાવેરા ગાડીમાં ખેરના લાકડા ભરી વ્યારા એચ.પી. પેટ્રોલપંપ પાસે ટાવેરા ગાડીને ઉભી રાખેલ, તે વખતે ફોરેસ્ટ ખાતાની મહિલા કર્મચારીને શક જતાં ટાવેરા ગાડીમાં ચઢી ચેક કરતા હતા ત્યારે આરોપીઓ ટાવેરા ગાડીમાં ખેરના લાકડા ભરેલ હોઇ ગાડીમાં ચેક કરવા ચઢેલ ફોરેસ્ટ ખાતાની મહિલા કર્મચારીને ટાવેરા ગાડીમાં ભરી ભગાડી ગયેલ. અને ચોરવાડ ગામની સીમમાં ટાવેરા ગાડીને ધીમી કરી ઉતારી દઇ નશી ગયેલ હતા, જે ગુનો અનડીટેકટ હોઇ, પોલીસ ઇન્સ્પેકટર સાહેબશ્રી સોનગઢએ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુંસંધાને ASI સરજીતભાઇ બચુંભાઇ તથા હે.કો. ઉદેસિંગભાઇ ઇન્દ્રસિંગભાઇને મળેલ સયુકત બાતમી આધારે બીજા પોલીસ માણસો સાથે ગુનખડી- તારપાડા રોડ ઉપર વોચ ગોઠવી ગુનામાં સંડોવાયેલ આરોપી હાબેલભાઇ સોમાભાઇ ગામીત રહે. ટાપરવાડા તા.સોનગઢ જિ. તાપીનાને ટાવેરા ગાડી નં. GJ-15-BB-2019 સાથે પકડી પાડી અપહરણનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરી સદર ગુનાની તપાસ પો.સ.ઇ. કાકરાપાર પો.સ્ટે.નાઓ કરતા હોઇ તેઓને સોપવા તજવીજ કરેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :-
(1) એક ટાવેરા ગાડી નં. GJ-15-BB-2019 કિ.રૂ. 02,00,000/-
(2) એક રેડમી કંપનીનો મોબાઇલ નંગ-1 કિ.રૂ. 5,000/-
આરોપી વિરૂધ્ધમાં નોંધાયેલ ગુનાની વિગત :-
(1) આ કામના આરોપી વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે. B પાર્ટ ગુ.ર.નં, 11824004211299/2021 પશુ ઘાતકીપણાનો કાયદો 1960 ની કલમ 11ડી,ઇ,એફ,એચ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 6(ક),(1).(3),8(4) તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તું અને ઢોર નિયંત્રણ અધિનિયમ 2005 ની કલમ 4,9 તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015 ના રૂલ્સ 125(ઇ) મુજબના ગુનામાં પકડાયેલ છે.
ગુનામાં સંડોવાયેલ અન્ય ઇસમો :-
(1) આ ગુનામાં ટાવેરા ગાડીમાં લાકડા ભરી આપનાર ઉત્તમ ગામીત રહે. વાડીરૂપગઢ તા.સોનગઢ જિ. તાપી તથા વિરલ દિવાળીયાભાઇ ગામીત રહે. મોટા તારપાડા તા.સોનગઢ જિ.તાપી તથા આરોપી સાથે ટાવેરા ગાડીમાં એક અજાણ્યો ઇસમ નાઓની સંડોવણી બહાર આવેલ છે.
આરોપીઓની મોડસ ઓપરંડી :-
(1) આ કામના આરોપી અન્ય સહ આરોપીઓ સાથે મળી રાત્રિના સમય દરમ્યાન ઢોર તથા જંગલમાંથી લાકડા વહન કરવાની ટેવવાળા છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(1) Aડા સરજીતભાઇ બચુંભાઇ
(2) હે.કો. ઉદેસિંગભાઇ ઇન્દ્રસિંગભાઇ
(3) પો.કો. મુન્નાભાઇ સામંતભાઇ
(4) પો.કો. પો.કો. નરેન્દ્રસિંહ ચાંપરાજભાઇ
ગુનાનો હેતું
(1) આ કામના આરોપી અન્ય સહ આરોપીઓ સાથે મળી ઢોર તથા ગેરકાયદેસર રીતે જંગલમાંથી લાકડા ભરી વેચાણ કરી આર્થિક લાભ મેળવવાની ટેવવાળા છે.