કે.વી.કે., વઘઇ દ્વારા ૨૨ મી વેજ્ઞાનીક સલાહકાર સમિતિ ની મિટિંગ ગોઠવાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટી ના વિસ્તરણ શાખા દ્વારા કાર્યયત ડાંગ જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા તારીખ ૦૭ જન્યુવારી ૨૦૨૩ ના રોજ ૨૨ મી વેજ્ઞાનીક સલાહકાર સમિતિની મિટિંગ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ ના અધ્યક સ્થાને યોજાઈ હતી.
આ સલાહકાર મિટિંગ મા કે.વી.કે., વઘઇ ના વરિસ્ટ વેજ્ઞાનીક અને વડા ડો. જે.બી. ડોબરીયા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની ૨૦૨૨ દરમ્યાન થયેલ કૃષિ લક્ષી પ્રવૃત્તિ અને ૨૦૨૩ મા થનાર પ્રવુતિથી કમિટીના સભ્ય ને માહિતગાર કર્યા હતા.
આ સલાહકાર મિટીંગમા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ સર, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. એમ. ચૌહાણ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર (ડાંગ), લાઈન ડીપાર્ટમેન્ટ-ડાંગ માથી જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા બાગાયત અધિકારી, જીલ્લા પશુપાલન અઘિકારી, આગાખાન સંસ્થા (આહવા), આંબેડકર સેવાધામ ટ્રસ્ટ (અહવા), સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, વઘઈ ના મેનેજર, સખી મંડળ ના બેહનો, પ્રગતિશીલ ખેડૂતભાયો વગેરે દ્વારા મહત્વ ના ચૂચન અપાવવામા આવ્યા હતા. મીટીંગ મા કૃષિ કોલેજ વઘઈના આચાર્યશ્રી ડૉ. જે. જે. પસ્તાગીયા, સંશોધન કેન્દ્રના વડા ડૉ. એચ. ઈ. પાટીલ, વિવિઘ કૃષિ વેજ્ઞાનીકો અને અલગ અલગ સંસ્થાના વડાઓએ હાજરી આપી આ ૨૨ મી વેજ્ઞાનીક સલાહકાર સમિતિની મિટિંગ ને શોભાયમાન બનાવી હતી.
મીટીંગ ના અંતે નવસારી કૃષિ યનિર્વિસટીના માનનીય કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ દ્વારા ખેડૂતો ની આવક બમણી કરવા માટે ખેતી મા થતા ખર્ચ ઘટાડવાની વિવિધ પદધતિઓ જેવી કે શેરડી ની એક આખની વાવેતર પદ્ધતિ, ફલ માખી ટ્રેપ, માર્કેટિંગ ની વિવિધ પધ્ધતિ, ખેડૂત થી ખેડૂત ટેકનોલોજી ટ્રાન્સફર, મશરૂમ ની વેજ્ઞાનીક વાવેતર પદ્ધતિ વગેરે પર ઉડાન થી સુજાવ આપ્યા હતા. ડો. ઝેડ. પી.પટેલ દ્વારા ડાંગ જીલ્લા મા કૃષિ લગતી સંસ્થાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ નો મહત્તમ લાભ લેવા અને નવીનતમ કૃષિ તાત્રિક્તા અપનાવી ખેડૂતોના ચાચા માર્ગદર્શક બનવા અનુરોધ કર્યો હતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની કામગીરીની પ્રશંસા કરી ખેડૂતોને તેનો વધુ લાભ લેવા આગ્રહ કર્યો હતો. કેન્દ્ ના બાગાયત ના વેજ્ઞાનીક ડો. હર્ષદ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરી આ મિટિંગ ને પૂર્ણ જાહેર કરી હતી.આ મીટીંગ ને સફળ બનાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વૈજ્ઞાનિકે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.