નિઝર અને કુકરમુંડા તાલુકાના સ્વ સહાય જૂથોને આજીવિકા મળે તે માટે માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો
સ્વ સહાય જૂથોના કુલ ૧૨૦ જેટલા સભ્યોએ વર્કશોપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
……………
માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. ૦૭ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના સ્વ સહાય જૂથોને સારી આજીવિકા મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયાના સીધા માર્ગદર્શન હેઠળ નિઝર અને કુકરમુંડા તાલુકાના ગ્રામ સંગઠનમાં જોડાયેલા સ્વ સહાય જૂથોના સક્રિય સભ્યોને આજીવિકા મેળવવા માટે માર્ગદર્શન આપવામાં માટે એક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી કાપડિયા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી હાજર રહ્યા હતા
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વ સહાય જૂથો ધ્વારા હાલમાં મેળવવામાં આવતી આવકને બે ગણી કઈ રીતે કરી શકાય અને ઓછા રોકાણમાં વધુ આવક કઈ રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપી હતી. સ્વ સહાય જૂથના સભ્યોએ પણ પોતાના મૂંઝવાતા સવાલો કરીને યોગ્ય જવાબો મેળવ્યા હતા. કુલ ૧૨૦ જેટલા સ્વ સહાય જૂથોના સભ્યોએ આ વર્કશોપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
00000000