તાપી જિલ્લામાં પ્રથમવાર કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ

Contact News Publisher

તાપી જિલ્લાના વાલોડ ખાતે કૃષિ વિમાન દ્વારા નેનો યુરીયાનો છંટકાવ: કૃષિ વિમાન દ્વારા ખાતરના છંટકાવ માટે સરકારશ્રી દ્વારા એક એકર દિઠ રૂપિયા 500ની સહાય
…………………
“દાણાદાર યુરિયા પાકમાં નાખવાથી તેનો 30 ટકા જેટલો ફાયદો પાકને થાય છે જ્યારે ડ્રોન કે કૃષિ વિમાન દ્વારા યુરિયાના છંટકાવથી તેની અસરકારકતા 90 થી 95 ટકા સુધી વધે છે.”- ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા
…………………
-સંકલન-વૈશાલી પરમાર
માહિતી બ્યુરો,તાપી,તા.07: તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર વાલોડ તાલુકાના હથુકા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઇ પરસોત્તમભાઇ પટેલે પોતાના 5 એકર ખેતર માટે કૃષિ વિમાનનો પ્રથમ વખત ઉપયોગ તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ અનેવાલોડ તાલુકાના કોપર સુગર ફક્ટરી દાદરીયાના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે.ભરતભાઇ જણાવે છે કે, આ યોજના અંગે અમને સુગર ફેક્ટરી દ્વારા અને ખેતીવાડી વિભાગ દ્વારા જાણવા મળ્યુ હતું. જેમાં અમને સમજાવ્યું હતું કે, આ ટેકનોલોજીના ઉપયોગથી સમયનો અને પૈસાની બચત થાય છે. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ મે આજે નેનો યુરિયાનો છંટકાવ કરવાની શરૂઆત કરી છે. મારા 10 એકરના ખેતરમાં એક જ દિવસમાં ખાતરનો છંટકાવ થઇ ગયો જેથી સમયની પણ બચત થઇ અને મજૂરનો પણ ખર્ચો બચ્યો. તમામ ખેડૂતો આનો ઉપયોગ કરે તો ફાયદો છે. પહેલા હુ 10 એકરના ખેતરમાં 30 ગુણ યુરિયા નાખતો હતો. આજે કૃષિ વિમાનની મદદથી 10 લીટરમાં આખા ખેતરમાં યુરિયાનો છંટકાવ થતા ખાતર ખર્ચમા બચત થઇ છે.

તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા આ અંગે જણાવે છે કે, તાપી જિલ્લામાં નેનો યુરિયાનો છંટકાવ વાલોડ, સોનગઢ અને નિઝર તાલુકાઓમાં કૃષિ વિમાન દ્વારા સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે ખેડૂતો તરફથી ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. કૃષિ વિમાન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા પ્રતિ એકર 500રૂપિયા યુરિયાના છંટકાવ માટે સહાય આપવામાં આવે છે. એક ખેડૂતને વધુમાં વધુ પાંચ એકર માટે સહાય મળવા પાત્ર છે. આ ટેકનોલોજીથી ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થોમાં ઘટાડો થાય છે. દાણાદાર યુરીયાની જગ્યાએ પ્રવાહી યુરિયાનો ઉપયોગ કરતા થાય છે. જેના કારણે દાણાદાર યુરિયા પાછડ થતાતથા મજુરી ખર્ચમાં મહત્તમ ઘટાડો થાય છે. જેથી દાણાદાર ખાતરની સામે ડ્રોન દ્વારા યુરિયાના છંટકાવ કરવાથી ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે સારૂ ઉત્પાદન મેળવી શકશે. તેમણે સૌ ખેડૂત મિત્રોને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
અત્રે નોધનિય છે કે જ્યારે દાણાદાર યુરિયા પાકમાં નાખવાથી તેનો 30 ટકા જેટલો ફાયદો પાકને થાય છે જ્યારે નેનો યુરિયાના છંટકાવથી તેની અસરકારકતા 90 થી 95 ટકા સુધી વધે છે.

બોક્ષ-1
ડ્રોન દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરીયા/ FCO માન્ય પ્રવાહી ખાતરો/ જૈવિક ખાતર છંટકાવ માટે લાભાર્થી ખેડુતને પૂર્વ મંજુરી મળ્યેથી ખેતરમાં છંટકાવ માટે ડ્રોન ભાડે આપતી રાજ્યની કોઇ પણ સંસ્થા/ કંપની/ કસ્ટમ હાયરીંગ સેંટર/ એગ્રો સર્વિસ પ્રોવાઇડર/ વ્યક્તિ દ્વારા છંટકાવ કરાવી શકાશે.

બોક્ષ-2
ખેડુતો દ્વારા સામાન્ય રીતે મજુરો પાસે પાક સંરક્ષણ રસાયણ/નેનો યુરીયા/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરનો પાકમાં છંટકાવ કરવામાં આવે છે. આ પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે. જેની સામે છંટકાવ કરેલા રસાયણ તથા ખાતરોની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે. જે માટે અધ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષક રસાયણ અને ખાતરના છંટકાવની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે તથા મજુરોની અછત જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે.
ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. ઇફ્કો સંસ્થા દ્વારા વિશ્વનું પ્રથમ નેનો યુરીયા ખાતર પ્રવાહી સ્વરૂપે નેનો ટેક્નોલોજીની મદદથી બહાર પાડવામાં આવેલ છે. આ નેનો યુરીયાનો ઉપયોગ અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવ કરવાથી પાકમાં અસરકારક પરીણામો મેળવી શકાય છે. આ માટે ઇફ્કોની સબસીડી સંસ્થા M/S IFFCO Kisan Sanchar Ltd (IKSL) હેઠળ કામગીરી કરવા માટે ૧૦૦% રાજ્ય પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાન કાર્યરત છે.તાપી જિલ્લામાં આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે જિલ્લાના કૃષિ વિભાગનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other