વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તાપીના “આપદા મિત્રો” અગ્રેસર

Contact News Publisher

તાપી જિલ્લાના ૨૦૦ જેટલા “આપદા મિત્રોને” SDRF-વાવ સુરત ખાતે તાલીમબદ્દ કરાયા
…….
તાલીમ બાદ તમામ આપદા મિત્રોને “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” આપવામાં આવશે
……..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી.૩૧ : ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયના ૧૭ જિલ્લામાં આપત્તિ સમયે ત્વરીત રીસ્પોન્સ મળી રહે તે હેતુસર સ્થાનિક ક્ષમતામાં સુધારો લાવવા “અપસ્કેલિંગ આપદા મિત્રો” પ્રોજેકટ લાગુ કરાયો છે.

તાપી જિલ્લામાંથી કુલ ૨૦૦ આપદા મિત્રોની પસંદગી માટેના લક્ષ્યાંક આધારે તાપી જિલ્લાના આપદા મિત્રોને પ્રથમ તબક્કામાં ૫૦-૫૦ ની બે બેચો દ્વારા ૮૪ આપદા મિત્રોને અગાઉ તાલીમબદ્દ કરવામા આવ્યા હતા. તાજેતરમાં બીજા તબક્કા દરમિયાન ત્રીજી બેચના ૪૧ આપદા મિત્રોને તાલીમબદ્દ કરાયા હતા અને હાલ ચાલુ બેચમાં ૫૪ આપદા મિત્રો તાલીમ માટે એસ.આર.પી.એફ ગૃપ વાવ, સુરત ખાતે તાલીમ મેળવી રહ્યા છે.

તાપી જિલ્લામાંથી ૨૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોંસ (એસ.ડી.આર.ડી.એફ) ટીમ દ્વારા ૧૨-૧૨ દિવસીય તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવશે અને તાલીમપુર્ણ કર્યા બાદ તમામ આપદા મિત્રોને “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” પણ આપવામાં આવશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ જિલ્લા પ્રોજેક્ટ અધિકારીશ્રી કે.કે.ગામીત દ્વારા આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે, તાપી જિલ્લામાંથી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ-કલેકટર કચેરી દ્વારા જિલ્લા પોલીસ વિભાગ સાથે સંકલન કરી તમામ તાલુકાઓમાંથી જી.આર.ડી અને હોમગાર્ડઝ જવાનોને આપદા મિત્રો તરીકે પસંદગી કરી તાલીમબદ્ધ કરવામાં આવી રહયા છે. જેથી જિલ્લામાં કોઇ પણ આફત જેવી કે પૂર, ભુકંપ, વાવાઝોડા, આગ અને રોડ અસ્ક્માત અને અન્ય દુર્ઘટનાના સમયે જિલ્લાના સ્થાનિક તાલીમબદ્ધ જવાનો દ્વારા પ્રતિસાદ આપી શોધ-બચાવ, પ્રાથમિક સારવાર તથા રાહત અને બચાવ અંગેની કામગીરી કરી જિલ્લા વહીવટીતંત્રને મદદગાર બની જાનહાનિ થતા અટકાવી શકાય તે માટે આ પ્રોજેકટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other