ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળાને ગ્રીનબોર્ડ અર્પણ
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડના નાણાંમાંથી આચાર્યશ્રી પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરીએ શાળાના દરેક વર્ગખંડ માટે ‛ગ્રીનબોર્ડ’ આપી રૂા.૧૮,૦૦૦ ના ખર્ચે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સખાવત કરી. વધુમાં આચાર્યના પરિવાર દ્વારા વર્ષમાં બે વાર ‛તિથિ ભોજન’’ પણ આપવામાં આવે છે.
(માહિતી બ્યુરો વ્યારા) તા.૩૦- પ્રાથમિક શાળા ચીમકુવા તા.સોનગઢ જિ.તાપીના આચાર્યશ્રી પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરી દ્વારા એમને પ્રાપ્ત થયેલ ‛રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક’ના એવોર્ડની ધનરાશિમાંથી રૂા.૧૮૦૦૦ (અંકે રૂપિયા અઢાર હજાર) નો કુલ ખર્ચ કરી શાળાના દરેક વર્ગખંડ માટે ‛ગ્રીનબોર્ડ’ લાવી સાદર અર્પણ કર્યા હતા.
વધુમાં આચાર્યના પરિવાર દ્વારા દર વર્ષે બે વાર બાળકોને ‛તિથિ ભોજન’’ પણ આપવામાં આવે છે. શાળા પરિવાર,સમાજના આગેવાનો,દાતાશ્રીઓ દ્વારા પણ વર્ષ દરમિયાન ૮ થી ૯ તિથિ ભોજન આચાર્યના સંનિષ્ઠ પ્રયાસોથી શાળાના ભૂલકાઓને આપવામાં આવે છે.
શાળાને ‛ગ્રીનબોર્ડ’ અર્પણ કરવાના દિવસે SMC પરિવાર,શાળા પરિવાર,બાળકો ઉપસ્થિત રહ્યા હતા. SMC પરિવાર તથા ગ્રામજનોએ શાળા પરિવારને બાલસેવાના આ સરાહનિય સેવાકાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવા આશિર્વાદ આપ્યા હતા.
૦૦૦૦૦૦