જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષપણા હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ સાથે 100 દિવસની કામગીરીના માઇક્રોપ્લાનીંગ અંગે સમિક્ષા બેઠક યોજાઇ
તાપી જિલ્લાનાં મહત્તમ આદિવાસી બાળકો નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કુલમાં પ્રવેશ મેળવે તે માટે શિક્ષકોને સક્રિય પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા
……………..
માહિતી બ્યુરો તાપી,તા.30: તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા પંચાયત કચેરી,તાપીના સભાખંડમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ સાથે 100 દિવસની કામગીરીના માઇક્રોપ્લાનીંગ અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી ડી.ડી.ઓશ્રી ડી.ડી.કાપડિયાએ સૌને માર્ગદર્શન આપતા જિલ્લામાં NMMS અને નવોદય વિધાલય પરીક્ષા માટે પાછલા વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષ મહત્તમ બાળકો પરીક્ષામાં ભાગીદાર થાય તે માટેનું આયોજન કરવા સુચના આપી હતી. એકલવ્ય મોડેલ રેસીડેન્સી પરીક્ષામાં ૧૦૦% બાળકોને હોસ્ટેલમાં પ્રવેશના લક્ષ્યાંક બાબતે તમામને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પેન્શન કેસો, ઉચ્ચતર પગાર ધોરણ અંગે વિના વિલંબે કર્મચારીઓના લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારશ્રીને જણાવ્યું હતું. ૧૦૦ દિવસમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં તિથી ભોજનનો સમાવેશ કરી ૧૦૦% બાળકોને તિથિ ભોજનથી લાભાવિન્ત કરવા અંગે, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્રીઓને ઓનલાઈન શિક્ષણ/બાળકોની નિયમિતતા પર ધ્યાન આપવા ખાસ જણાવ્યું હતું. આ સાથે તાપી જિલ્લામાં શાળાના જર્જરીત ઓરડાઓ, નવા ઓરડાઓ માટે મંજુરી અર્થે દરખાસ્ત તૈયાર કરી સમયસર મોકલી આપવા સુચન કર્યું હતું. અંતે ડી.ડી.ઓશ્રીએ ગ્રામ્ય કક્ષાએ અનાથ બાળકોનાં ઘરની મુલાકાત લઈ માનવ સહજ પ્રકૂત્તિને ઉજાગાર કરવા તમામને ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧૦૦ દિવસમાં કચેરી દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં મુખ્યત્વે SOE શાળાનો ગુણોત્સવનો ગ્રેડ સુધારાવાની સાથે SOE શાળામાં 100 % સિધ્ધી પ્રાપ્ત કરવા, વર્ગખંડોના બાંધકામ પુર્ણ કરવા, કર્મચારીઓના પેન્શન કેસ, નવોદય વિદ્યાલય અને NMMS માં મહત્તમ બાળકોની પરીક્ષામાં ભાગીદારી તથા ગુણોત્સવની માર્ગદર્શિકા મુજબ 50% શાળાઓમાં 100% સિધ્ધી હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કિ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ ચૌધરી, શિક્ષણ વિભાગના એડવાઇઝરશ્રી અરવિંદભાઇ ગામીત સહિત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000