મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉચ્છલ કોલેજ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ,૨૦૧૩ અંગે જાગૃતતા કેળવવા સેમિનાર યોજાયો
માહિતી બ્યુરો તાપી,તા.29: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારીશ્રી મનિષા મુલતાનીના માર્ગદર્શન હેઠળ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી-અધિનિયમ,૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમા માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલના વિદ્યાર્થીનીઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રના કર્મચારીઓને મહિલાઓને લક્ષિત જુથ તરીકે રાખવામા આવેલ હતા. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારીશ્રી ડો.મનિષા મુલતાની દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ હેઠળની જોગવાઈઓ ખુબ જ સરળ ભાષામાં રજુ કરી જાગૃત કરાયા હતા.
આ સાથે મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા મહિલાઓલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામા આવી હતી. સખી વન સ્ટોપ સેંન્ટર,પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર,૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી કાયદામા તેઓની ભુમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. આ સાથે પ્રચાર-પ્રસાર માટે આપેલ પેમ્પલેટો વિતરણ કરી તેના વિશે સમજુતી આપવામા આવેલ હતી.
આ પ્રસંગે ૧૮૧ તાપીના ઝોનલ ઓફિસરશ્રી ડો ચંદ્રકાંતભાઇ મકવાણા, સરકારી વિનયન કોલેજ ઉચ્છલના આચાર્યશ્રી કલ્યાણીબેન ભટ્ટ, ઉચ્છલના સરપંચશ્રી રીટાબેન, કાનુની સેવા સત્તા મંડળ, ઉચ્છલના ભાવના વસવા સહિત મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦