ગુજરાત સરકારના વહીવટને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાના ભાગરૂપે ગુજરાતની જનતાની સુવિધા માટે R.T.O.ના શીખાઉ લાઇસન્સની કામગીરી

Contact News Publisher

(રસિક વેગડા દ્વારા, મોટીકુકાવાવ)  : ગુજરાત સરકારના વહીવટને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાના ભાગરૂપે ગુજરાતની જનતાની સુવિધા માટે R.T.Oના શીખવ લાઇસન્સ ની કામગીરી રાજ્યની આઇ.ટી.આઇ કોલેજમાં શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આઈ.ટી.આઈ કુકાવાવ ખાતે પ્રિન્સિપલ શ્રીમતી એમ. બી. વ્યાસના માર્ગદર્શન નીચે શીખવતી સંસ્થા ની કામગીરી સુંદર રીતે ચાલે છે. કુકાવાવ અને વડીયા, બગસરા ,અમરેલી શહેર અને રાજ્યના લોકોને પોતાના વતનમાં લાયસન્સ કાઢવા બહાર ન જવું પડે અને અહીં બેઠા લાયસન્સ મળી જાય એવું ગુજરાત સરકારનો આ કાર્ય સરાહનીય છે. આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ પણ બહારથી આવતા ઉમેદવારોને બીજી વખત ધક્કો ન થાય એવી રીતે ખૂબ જ રસ લઈને ત્વરિત કામગીરી કરી રહ્યા છે.
કુકર તેમજ આજુબાજુના ગામના લોકોને અપીલ કરવામાં આવે છે કે આ સગવડો નો લાભ વધુમાં વધુ લોકોને અને પોતાનો સમય અને પૈસાની બચત કરી આંગણે મળેલી તકનો લાભ ઉઠાવે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *