કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળાના આશરે ૧૧૦૦ વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવી પિલાનિયા પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ):કુકરમુંડા તાલુકાના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન સમારોહ યોજાયો હતો. આ તિથિભોજન સમારોહ બલબીરી સિંહ પિલાનિયા પરિવાર રહે.પલસાણા જિલ્લા સુરતની નાનકડી દીકરી કિયારા પિલાનિયાના જન્મદિવસ નિમિત્તે કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળાના આશરે ૧૧૦૦ વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવી પિલાનિયા પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમા વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના કલેકટર શ્રીમતિ ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા સહિત નિઝરના મામલતદારશ્રી અને કુકરમુંડાના મામલતદારશ્રી અને સ્થાનિક ચૂંટાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ નિઝર/કુકરમુંડા તાલુકાના ગ્રામજનો માટી સંખ્યામાં હાજર રહયા હતા.
