તાપી જિલ્લાના ડોલારા દુધ ઉત્પાદક મંડળી ખાતે“ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫” કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(માહિતી બ્યુરો તાપી) તા. ૨૧ મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી – ડૉ.મનિષા એ. મુલ્તાનીના માર્ગદર્શન હેઠળ “ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫” ના કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન ડોલારા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે એડવોકેટ આકાશી પટેલ દ્વારા ગ્રામ્ય મહિલાઓના “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી સંચાલિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના કેન્દ્ર સંચાલક મિના પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને વિભિન્નક્ષેત્રોમા મહિલાની આગવી ભાગીદારી અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મહિલા શક્તિ કેન્દ્ર, પીબીએસસી, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અભયમ – ૧૮૧, નારી અદાલત તાપી દ્વારા મહિલાઓની લગતી યોજનાઓ તેમજ મહિલા કાઉંસેલીંગ સેલ્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી.
ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫” કાયદાકીય માર્ગદર્શન સેમિનારમાં તાલુકા પંચાયત સભ્યશ્રી, વંદનાબેન ગામીત તેમજ ડોલારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, અનિલાબેન એન. ગામીત તેમજ સેમિનારમાં કુલ ૭૫ જેટલી બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
000000