પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક- 319 ને દાતા દ્વારા કુલરની ભેટ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આજરોજ સોલ સાઇન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઠંડું પાણી મળી રહે તે માટે વોલ્ટાસ કંપનીનું કુલર ભેટમાં આપવામાં આવ્યું હતું.
સોલ સાઇન વેલ્ફેર ટ્રસ્ટના રંજનાબેનનો આજે જન્મદિવસ હતો જેની ઉજવણીનાં ભાગરૂપે આજે શાળામાં કુલર ચાલુ કરાયું હતું. શાળાનાં વિદ્યાર્થીઓએ શાળાની પ્રણાલી મુજબ સંગીતમય રીતે રંજનાબેનને જન્મદિવસનાં અભિનંદન પાઠવ્યા હતાં.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે રેકી માસ્ટર એવા રંજનાબેનને એમનાં જન્મદિવસે શાળાની કુલરને ભેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રંજનાબેને વિદ્યાર્થીઓની શુભેચ્છા સ્વીકારીને વિદ્યાર્થીઓને પાણીનો વપરાશ કરકસરથી કરવા અને ઉનાળા દરમિયાન જ કુલર નો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.