રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ડોલવણ ખાતે તાલીમ લઈ ચૂકેલા તાલીમાર્થીઓને જાણવા જોગ

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી તા. ૨૧ રાજ્યની રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડોલવણ ખાતે જુદા જુદા ટ્રેડો/વ્યવસાયોમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ તાલીમાર્થીઓએ સંસ્થા ખાતે પ્રવેશ સમયે જમા કરાવેલ કોશન મની ડિપોઝિટ (CMD)ની રકમ પરત લઈ ગયેલ ન હોય તો તેવા બેચ નં ૭૬,૭૭ અને ૭૮ ના તમામ તાલીમાર્થીઓ તેઓના CMD રસીદ અને બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડોલવણ ખાતે તાત્કાલિક ધોરણે બે માસની અંદર જમા કરવાની રહશે.જેથી કરીને આપની CMD ડી. બી. ટી. મારફત સીધા બેન્ક એકાઉન્ટની અંદર જમા કરાવી શકાય. અન્યથા સદર રકમ સરકારશ્રીમાં જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડોલવણની અખબારી યાદીમાં જણાવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other