રાજપીપળા ખાતે એનઆરસી, સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસીઓ સંવિધાન બચાવો- દેશ બચાવો જંગી રેલી નીકળી
તંત્રની તાનાશાહી : કલેકટર કચેરીએ પહોંચેલી રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેતા આદિવાસીઓ વિફર્યા.
તંત્રની તાનાશાહી સામે કલેકટર કચેરીની અંદર આવી, પ્રગંણમાં ધરણા પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા.
કલેકટરને આવેદન સ્વીકારવા પ્રતિનિધિ તરીકે ચીટનીશ અધિકારી નીચે આવી આવેદન સ્વીકાર્યું.
મુસ્લિમ સમાજે પણ આવેદન આપ્યું.
(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપળા) : નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે આજે એનઆરસી, સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિષયકના વિરોધમાં તથા બિન આદિવાસીઓના અનુસૂચિત જનજાતિ હોવાના ખોટા જાતિ પ્રમાણપત્ર આપવા બાબતે વિરોધમાં આદિવાસીઓની સંવિધાન બચાવો દેશ બચાવો જંગી રેલી નીકળી હતી. જેમાં આદિવાસી એકતા પરિષદ, આમૂ સંગઠન, ગુજરાત તડવી સમાજ, સહિત નર્મદા જિલ્લાના વિવિધ આદિવાસી સંગઠનોના નેજા હેઠળ પોસ્ટરો, બેનરો સાથે રાજપીપળા નગરમાં જંગી રેલી નીકળી હતી, રેલી કલેક્ટર કચેરી પહોચતા રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેવાતા આદિવાસીઓ વિફર્યા હતા અને લોકશાહીમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા આવેલી રેલીને અટકાવવા પોલીસ અને પ્રશાસન સામે આદિવાસીઓ હંગામો મચાવી તંત્રની તાનાશાહી સામે વિરોધ નોંધાવી સરકારવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગેટ ખોલાવી અંદર પ્રવેશી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા, અને સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમજ કલેકટરને આવેદન સ્વીકારવા નીચે બોલાવ્યા હતા, પણ કલેકટર હાજર ન હોવાથી તેમના વતી પ્રતિનિધિ તરીકે ચિટનીસ અધિકારીએ નીચે આવીને આવેદન સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદ ગુજરાતના સંયોજક ડૉ શાંતિકર વસાવા, આમૂ સંગઠનના પ્રમુખ મહેશ વસાવા, જિલ્લા પંચાયતના ચેરમેન બહાદુર વસાવા, પ્રફુલ્લ વસાવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય ભરત વસાવા તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો કાદરીબાપુ વગેરે આવેદન આપ્યું હતું.
પહેલા આવેદન માં નાગરિકતા સંશોધન કાનૂન -19 અને નેશનલ રજીસ્ટર ઓફ સીટેજન નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી રજિસ્ટ્રાર જેવા કાયદાઓ અનુસુચિત- 5 ના વિસ્તારોમાં લાગુ પડતો નથી તે કાયદાને રદ કરવાની માંગ કરી હતી આ વિસ્તારમાં રહેતા મૂળ આદિવાસીઓ મૂળ માલિકો છે આ કાયદો આદિવાસીઓને લાગુ પાડી શકાય નહીં આ કાયદો રદ કરવા રજૂઆત કરી હતી.
જ્યારે બીજું આવેદન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકને કાયમી ધોરણ રદ કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અને આ કાયદાને કાળો કાયદો ગણાવી આદિવાસીઓએ વિરોધ કર્યો હતો. જેને રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત બીજો આવેદનપત્ર લોકરક્ષક દળ, પોલીસની ભરતીમાં રબારી, ભરવાડ અને ચારણ જેવા બિનઆદિવાસીઓના અનુસૂચિત જનજાતિ હોવાના ખોટા જાતિ પ્રમાણપત્રો રાજ્યકક્ષાની વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવાના વિરોધમાં આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલ ગુજરાત હાલમાં ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા રેલીઓ કાઢી સરકાર ઉપર દબાણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે ગેર બંધારણીય છે તેને અટકાવવામાં આવી તેમજ ખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે લાભ લેતા ગેર આદિવાસી અને આપતા લાભો બંધ કરી તેમની સામે ફોજદારી પગલાં ભરવાની માંગ કરી હતી. આજદિન સુધીમાં જેટલા પણ ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે, તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી અન્યથા આગામી દિવસોમાં તાલુકા પંચાયતથી માંડીને તમામ પદાધિકારીઓ, ધારાસભ્યોને, સંસદનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે સીએએના વિરોધમાં મુસ્લિમ સમાજે પણ વિરોધ દર્શાવી આવેદન આપ્યું હતું.
9 મી અને 10 મી જાન્યુઆરી એ કેવડિયા ખાતે 72 ગામના આદિવાસીઓ શાંતિ યજ્ઞ અને નર્મદા પરિક્રમા કરશે.
એક તરફ 9 મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે, ત્યારે બીજી તરફ 9 મીએ અને 10મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે 72 ગામના આદિવાસીઓ શાંતિ યજ્ઞ કરશે, અને નર્મદા પરિક્રમા કરશે. આ બે દિવસ 72 ગામના આદિવાસીઓના પ્રશ્નો ઉકેલાય અને સરકાર દ્વારા કોઈ હેરાનગતિ ના થાય અને કોઈ અશાંતિ ઊભી ના થાય અને સરકારની સામે અહિંસક આંદોલન ચલાવશે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓને જોડાવવા રેલી દરમિયાન જાહેર મંચ પરથી ઉપસ્થિત રહેવા.