વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન – 2022 માં બાલાજી ગર્લ્સ વિજેતા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત શહેરમાં SVS-3 કક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યા સરલાબેન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ શ્રીમતી કે.એલ.એસ.ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, વિવિધ વિભાગોમાં 3 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતાં.
વિભાગ-3 માં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ગ્રંથપાલ મુનીરા હમદાનીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ જરીવાલા સૃષ્ટિ અને પારેખ ભક્તિએ સેનિટેશનનાં વિવિધ પ્રકારો પૈકી પર્યાવરણમિત્ર એવાં Menstual Cup વાપરવા માટે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માટે કૃતિ “Type of Sanitations and it’s Disposal Method ” રજૂ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
વિભાગ-4 પરિવહન અને નાવિન્ય દ્વારા વિજ્ઞાન શિક્ષિકા જીલબેન નાયકનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ રાણા હેતલ અને રાણા નેન્સીએ અપૂરતી ઊંઘને કારણે થતાં માર્ગ અકસ્માત રોકવા માટે “Anti sleep alarm for Drivers” કૃતિ રજૂ કરી હતી. જેમાં તેમણે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિભાગ-5B માં ગણિત-વિજ્ઞાન શિક્ષિકા વૈશાલીબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અંબિકે ઉન્નતિ અને રાણા સાલ્વીએ પાસ્કલ ત્રિકોણનાં વિવિધ ગુણધર્મો આધારિત “Pascal Triangle ” કૃતિ રજૂ કરી હતી. જેમાં પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો હતો.
વિજ્ઞાનમેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ અને તેમનાં માર્ગદર્શક શિક્ષકો સહિત શાળા પરિવારને આ સિદ્ધિ બદલ શાળાની વહીવટી સમિતિનાં અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રંગરેજે અભિનંદન પાઠવ્યા હતાં.