તાપી જિલ્લાના તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
આગામી ૨૧મી ડિસેમ્બરે તાલુકા કક્ષા અને ૨૨મી ડિસેમ્બરે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
……………
માહિતી બ્યુરો તાપી તા. ૧૯ તાપી માન.મુખ્યમંત્રીશ્રીના અભિગમ મુજબ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” હેઠળ સ્વાગતમાં મળેલ પ્રશ્નોના ઉકેલ માટેનો તાલુકા કક્ષાનો તથા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દર માસે રાખવામાં આવે છે.જે અંતર્ગત તાપી જિલ્લાનો માહે-ડિસેમ્બર-૨૦૨૨ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨ બુઘવારના રોજ તથા જિલ્લા કક્ષાએ ૨૨/૧૨/૨૦૨૨ ગુરુવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે.
માહે. ડિસેમ્બર -૨૦૨૨ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ સંબંધિત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સવારે :૧૧-૦૦ કલાકે રાખવામાં આવેલ છે.
જેમાં વ્યારા તાલુકાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ કલેકટરશ્રી તાપીના અઘ્યક્ષ સ્થાને, ૨૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી વ્યારા ખાતે યોજાશે. તથા ડોલવણ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે યોજાશે, સોનગઢ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, નિઝર તાલુકામાં ડાયરેક્ટર શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, ઉચ્છલ તાલુકામાં પ્રાયોજના વહીવટદાર શ્રી સોનગઢ મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, વાલોડ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી, વ્યારાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, તથા કુકરમુંડામાં પ્રાંત અધિકારીશ્રી નિઝરના અઘ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે યોજાશે.
જયારે તાપી જિલ્લાનો માહે. ડિસેમ્બર -૨૦૨૨ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમતા.૨૨/૧૨/૨૦૨૨ ગુરુવારના ના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.જેમાં જાહેર જનતાના પ્રશ્નો અંગે સબંધીત કચેરી અને અધિકારીનો સંપર્ક કર્યા છતાં અને નિયમોનુસાર તમામ કાર્યવાહી અનુસારવા છતાં નિવાડો ન આવ્યો હોય તેવા પ્રશ્નોના આધાર પુરાવા સાથે એક જ વિષય ને લગતી રજૂઆતો અરજદાર જાતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજુ કરવાના રહેશે.એમ તાપી જિલ્લા કલેક્ટર તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000