સોનગઢ : જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે 14મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Contact News Publisher

સોનગઢ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા તાલુકાની કુલ 61 જેટલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકો ધ્વારા કુલ 77 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરાઈ
…………………….

માહિતી બ્યુરો-વ્યારા તા.16: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તાપીના માર્ગદર્શિત હેઠળ જિલ્લા મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલના 14માં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ, ઉચ્છલ,કુકરમુંડા અને નિઝર તાલુકાની વિવિધ 61 જેટલી શાળાઓએ ઉત્સાહથી ભાગ લીધો અને 77 જેટલી વૈજ્ઞાનિક અભિગમની કૃતિઓ જેમકે ટેકનોલોજીને લગતી, ગણિતને લગતી સાથે પર્યાવરણને લગતી પ્રદર્શનીઓ જુદા જુદા વિભાગોમાં મૂકવામાં આવી હતી.

આ પ્રદર્શન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી ફધર સોબર્સના વરદ હસ્તે વિભાગ-૧ નું ઉદ્ઘાઘાટન કરી વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તાપી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રી દિપક કેપ્ટન , તથા મોડેલ સ્કૂલ ડોસવાડાના વર્ગ-બે અધિકારી પ્રિન્સિપાલશ્રી આશાબેન ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે સમારંભના ઉદ્ધાટક તથા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રી દીપકભાઈ કેપ્ટને બાળકોને વૈજ્ઞાનીક અભિગમ સાથે આગળ વધવા તથા તાપી જિલ્લાની સાથે સાથે રાજ્ય અને દેશનું નામ રોશન કરવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા . પ્રાસંગિક ઉદ્દબોદન આપતા ફાધર સોબર્સે વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજીએ મનુષ્યના જીવનમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે એમ જણાવ્યું હતું. ટેકનોલોજી એ મનુષ્યના જીવનમાં શાપ અને વરદાન એમ બંને રૂપે અસર કરે છે તેથી આપણે ટેકનોલોજી સમજવું અવશ્યક છે.વિધાર્થીઓએ વૈજ્ઞાનિક વિચારોને કેવી રીતે પોતાના જીવનમાં ઉપયોગમાં લેવા એ પોતાના જ હાથમાં છે એમ સમજાવ્યું હતું.

વધુમાં મોડેલ સ્કૂલ ડોસવાડાના પ્રિન્સિપાલ તથા વર્ગ -2ના અધિકારીશ્રી આશાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ શું છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળા યોજવાનુ મુખ્ય ઉદેશ્ય વિધાર્થીઓમાં રહેલી સુસુપ્ત અવસ્થાને જાગૃત કરવાનો છે એમ ઉમેર્યું હતું.

આમ તાપી જિલ્લાના મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલના ૧૪માં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 61 શાળાઓ મળી કુલ-77 વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન થયું હતું.

જાગૃતિ હાઈસ્કૂલ માંડળના પ્રિન્સિપાલ સિસ્ટર કલ્પના પરમારે સ્વાગત પ્રવાચન આપ્યું હતું,જયારે કન્વીનર શ્રી આશિષ ગામિતે આભારવિધિ કરી હતી.

સમારંભના અંતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને પૂર્ણ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક હોદ્દેદારો, શિક્ષણ મદદનીશ નિરીક્ષકશ્રીઓ, શ્રી શીતલબેન,શ્રી હર્ષાબેન,માંડળ ગામના સરપંચશ્રી આંનદીબેન ગામીત, સહીત વિવિધ શાળાના પ્રિન્સિપાલશ્રીઓ તથા શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હાતો.

આમ, 14માં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં જાગૃતિ હાઈસ્કૂલ માંડળના ઉચ્ચતર મધ્યમિક વિભાગ અને તથા મધ્યમિક વિભાગના કુલ પાંચ- પાંચ વિભાગોમાં કૃતિઓ મુકવામાં આવી હતી,જેમાં દરેક વિભાગ માંથી એક – એક પ્રદર્શનીને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો.
જેમા ઉચ્ચતર મધ્યમિક વિભાગના કુલ પ વિભાગો માંથી દરેક વિભાગ વાર એક કૃતિને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. જે અનુસાર પ્રદર્શન વિભાગ ક્રમ 1 માં એક્લવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,ઉકાઈની સેટેલાઈટ કોમ્યુનિકેશનની કૃતિ પ્રથમ રહી હતી. પ્રદર્શન વિભાગ ક્રમ 2 માં એક્લવ્ય મોડ્લ રેસીડેન્સીયલ સ્કુલ ઉકાઈની બાયો ફ્યુલ અને બયો ફર્ટીલાઈઝર,પ્રદર્શન વિભાગ ક્રમ 3 માં સરકારી મા. અને ઉ.મા.શાળા,રૂમકીતળાવની ખાધ સુરક્ષાની કૃતિ, પ્રદર્શન વિભાગ ક્રમ 4 માં એકલવ્ય મોડેલ સ્કુલ રેસીડેન્સીયલ ઉકાઇની સ્માર્ટ બસની કૃતિ, પ્રદર્શન વિભાગ ક્રમ 5 ગ્લોબલ ડિજિટલ મોડેલ સ્કૂલ રાણિઆંબાની ગેસલીકેજ ફોનકોલ બઝરની કોમ્યુનિકેશનની કૃતિ પ્રથમ રહી હતી.
તથા મધ્યમિક વિભાગના કુલ 5 વિભાગો માંથી પ્રદર્શન વિભાગ ક્રમ 1 માં એક્લવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,ખોરદાની LI-FI TECHNOLOGY કૃતિ, પ્રદર્શન વિભાગ ક્રમ 2 નૂતન વિધામંદિર સોનગઢની smart solar city and sun tracking solar પ્લાન, પ્રદર્શન વિભાગ ક્રમ 3 એક્લવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,ખોરદાની TOYS DUSTBIN, સરકારી મા. શાળા, પ્રદર્શન વિભાગ ક્રમ 4માં નાનાકાકડકુવાની કોન્ટેકટ વગર ઇલે. ચાર્જીંગ કાર,પ્રદર્શન વિભાગ ક્રમ 5 માં RMSA મોડેલ સ્કૂલ ડોસવાડાની ગણિત સાથે રમતની કૃતિ પ્રથમ રહી હતી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *