સ્વ. ડૉ. માર્કંડ ભટ્ટની જન્મજયંતિ નિમિત્તે પ્રોજેકટ મેકિંગ સ્પર્ધા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા સ્વ. ડૉ.માર્કંડ ભટ્ટની જન્મજયંતિ નિમિત્તે પ્રોજેકટ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સંબંધિત વિભાગના ટીચિંગ સ્ટાફની મદદથી તમામ વિભાગોને આધારે વિવિધ પ્રોજેકટ બનાવ્યા. ડૉ.લલિત માવાણી, ડૉ.પરિત ભટ્ટ અને ડૉ. ઘણી ગવળી સ્પર્ધાના નિર્ણાયક હતા. વિજેતાઓને પ્રમાણપત્રો અને વિજેતા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને સહભાગીતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સીપાલ ડૉ.જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રથમ વિજેતા – પેથોલોજી – કોરોના વાયરસ
દ્વિતિય વિજેતા – ગાયનેકોલોજી – સ્ટેમ સેલ પ્રિઝર્વેશન
તૃતિય વિજેતા – હોમિયોપેથિક ફાર્મસી – ઈલેકટ્રોનિક સકસન =
HMAI વ્યારા યુનિટ તરફથી ૨ આશ્વાસન ઈનામો
પ્રથમ આશ્વાસન ઈનામ – રેપર્ટી – કોઈન રેપર્ટરી દ્વિતિય આશ્વાસન ઈનામ – સર્જરી – ફોટો સેન્સરી મિકેનિઝમ નિર્ણાયક તરફથી આશ્વાસન ઈનામ – હોમિયોપેથિક ફાર્મસી – ઈલેકટ્રોનિક ટ્રીટયુરેટર