સ્થાનિક રહિશો માટે માંડળ ટોલ બૂથ ઉપર ટોલ મુક્ત કરવા માંગ : માંગ નહી સંતોષાય તો આંદોલનની ચિમકી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના માંડળ ટોલ નાકા પર ૨૦ કિલોમીટર ના સ્થાનિક રહીશો માટે ટોલ મુક્ત કરવા બાબતે તેમજ સર્વિસ રોડ અને યુ- ટર્ન ની માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું.
જ્યારથી માંડલ ટોલ બનેલ છે ત્યારથી સવાર-નવાર ઘણા સંગઠનો કે રાજકીય પક્ષો દ્વારા ટોલ મુક્ત કરવા માટે આંદોલનો કર્યા છે પરંતુ હજુ સુધી સ્થાનિક લોકો મૂર્ખ બની રહ્યા છે અને એક્સિડન્ટના ભોગ બની ઘણા લોકો એ જીવ ગુમાવ્યો છે,  પરંતુ લાગી રહ્યું છે કે તાપી જિલ્લાના વહીવટીતંત્રની છાયામાં હજુ સુધી યોગ્ય નિર્ણય ન આવતા સ્થાનિક લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, ત્યારે આવનાર દિવસોની અંદર જો યોગ્ય નિર્ણયના લેવાય તો સ્થાનિક લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other