નર્મદા જિલ્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ભેટ
(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા) : નલ સે જલ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા તમામ ગામોમાં પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણથી જોડી દેવાશે.
વડાપ્રધાન જનજીવન મિશન અંતર્ગત કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લાના 8 ગામોના 1285 ઘરોને આવરી લેતી રૂ. 80.60 લાખ ખર્ચે પીવાના પાણીની યોજના અને મંજૂર.
આગામી ડિસેમ્બર 2021 સુધીમાં જિલ્લામાં તમામ 2154178 જેટલા ઘરોમાં નળ જોડાણ સુવિધા ઉપલબ્ધ કરાશે.
નર્મદા જિલ્લામાં રૂા. 6610.68 લાખના ખર્ચે મંજૂર થયેલી 722 યોજના પૂર્ણ.
પ્રગતિ હેઠળની 60 અને નવી પ્રારંભાનારી 63 જેટલી યોજનાની કામગીરી અંગે કરાયેલી વિસ્તૃત સમીક્ષ
જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠક
રાજપીપળા, તા. 4
નર્મદા જિલ્લા માટે આનંદના સમાચાર છે કે નવા વર્ષથી એક પણ ઘર પીવાના પાણીના નળ વિના નહીં રહે દરેક ઘરને નળ થી જોડી દેવાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ વડાપ્રધાને નર્મદા જિલ્લાને નવી ભેટ આપી છે જેમાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ જિલ્લા તમામ ગામોમાં પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણથી જોડી દેવાની જાહેરાત કરાઇ છે.
વડાપ્રધાનના જલ જીવન મિશન અંતર્ગત કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં જિલ્લાના 8 ગામો ના 1285 ઘરોને આવરી લેતી રૂ.80.60 લાખના ખર્ચે પીવાના પાણીની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી ડિસેમ્બર 2021 સુધીમાં જિલ્લાના તમામ 2154178 જેટલા ઘરોમાં નળ જોડાણ સુવિધા ઉપલબ્ધ કરાશે.
આ અંગે નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લાના 8 ગામોના 1285 ઘરોને આવરી લેતી રૂા. 80.60 લાખના ખર્ચની પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં જિલ્લાના કેલ, ભાણદ્રા, મોટા રાયપુરા, કડવા મહુડા, તોરણા, નાના બામરવાડા, જેતપોર (રાયગઢ) અને નવા વાઘપુરા ગામોની પીવાના પાણીની યોજનાઓની મંજૂરીનો સમાવેશ થાય છે. આ કામગીરી આગામી માર્ચ-2020 સુધીમાં પૂર્ણ કરી ઉક્ત ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાશે.
જેમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ નલ સે જલ કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા યોજનાવાર માઇક્રો પ્લાનિંગ કરીને જે તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનના આગામી 2024 સુધીમાં પ્રત્યેક ઘરમાં નલ સે જલ ની સુવિધા ઉપલબ્ધ કરવાના ડ્રિમ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી 2022 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્તિ માટે કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પાણી પુરવઠાતંત્ર (વાસ્મો) દ્વારા આગામી ડિસેમ્બર- 2021 સુધીમાં જિલ્લાના તમામ 2154178 જેટલાં ઘરોમાં નળજોડાણ સુવિધા ઉપલબ્ધ કરવાની દિશામાં કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં જિલ્લામાં 96625 ઘરોમાં નળથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે અને આ દિશામાં 62.68 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
જિલ્લાના અન્ય 57553 જેટલાં ઘરોમાં આગામી ડિસેમ્બર-2021 અંતિત નળ જોડાણની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન પણ સુચારૂ આયોજન પણ ગોઠવાયું છે. જિલ્લામાં પેય જળ યોજના અંતર્ગત ડિસેમ્બર-2019 અંતિત રૂા. 6610.68 લાખના ખર્ચે મંજૂર થયેલી 722 જેટલી યોજનાઓ પૈકી રૂા. 5542.37 લાખના ખર્ચે 582 યોજનાઓ પૂર્ણ થયેલી છે, જ્યારે રૂા. 963.75 લાખના ખર્ચે મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની 60 અને અન્ય પ્રારંભાનારી 63 જેટલી યોજનાની કામગીરી અંગે પણ કોઠારીએ વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.