તાપી જિલ્લામાં આગામી ૧૫મી થી ૨૦મી ડિસેમ્બર સુધી ફાઇલેરિયાનો ( હાથી પગા રોગ )ટેસ્ટ કરવામાં આવશે

Contact News Publisher

તાપી જિલ્લાના કુલ ૬૦ ગામોની જાહેર જનતા ફાઇલેરિયા ટેસ્ટ કેમ્પનો લાભ લઈ શકશે
………..
કુલ ૯૩ જેટલા ફાઇલેરિયા (હાથીપગા )ના કેસો તાપી જિલ્લામાં નોંધાયેલા છે
………

માહિતી બ્યુરો તાપી તા. ૧૪ : તાપી જિલ્લામાં કુલ ૯૩ જેટલા ફાઇલેરિયા (હાથીપગા )ના કેસો નોંધાયેલ છે. તાપી જિલ્લાનો કાર્ય વિસ્તારની જાહેર જનતામાં લીમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગો) રોગના ચેપનું પ્રમાણ કેટલુ છે તેની તપાસ ૨૦ વર્ષથી ઉપરના વ્યકિતઓમાં કરવામાં આવશે.

જેના ભાગ રૂપે આગામી તા.૧૫/૧૨/૨૦૨૨થી તા.૨૦/૧૨/૨૦૨૨ દરમ્યાન તાપી જિલ્લાના કુલ ૬૦ જેટલા ગામોમાં ફાઈલેરિયા ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ૧૮૨ ટીમો સરકારશ્રી દ્વારા રેન્ડમલી સિલેકટ થયેલી છે જે વ્યારા તાલુકાના ૧૫ ગામો, ડોલવણ તાલુકાના ૭ ગામો, વાલોડ તાલુકાના ૭ ગામો, સોનગઢ તાલુકાના ૧૭ ગામો ઉચ્છલ તાલુકાના ૬ ગામો, નિઝરના ૫ ગામો અને કુકરમુંડા તાલુકાના ૩ ગામો સહિત કુલ ૬૦ ગામોમાં ફાઇલેરિયા ટેસ્ટ કરાશે.

જેમાં વ્યારા તાલુકાના વડકુઇ,ભાનાવાડી,ઉંચામાળા,વાંદરદેવી,ડોલારા,કેળકુઇ,મગરકુઇ, ભોજપુરનજીક,ખુશાલપુરા,કરજ વેલ બેડકુવાનજી,
ડોલવણ તાલુકાના ડોલવણ-૧,પંચોલ,તકીઆંબા,પાઠકવાડી,ડુંગરડા,ગડત,અંતાપુર, સોનગઢ તાલુકાના પોખરણ,ડોસવાડા,ઓટા ટોકરવા,ગાયસાવર,મોહપાડા,ગુણસદા,સીલેટવેલ આમલપાડા આછલવા,ખેરવાડા,ઘાંસીયામેઢા,કાકડકુવા,મૈયાલી,કાંટી,જૂની બાવલી,ઉચ્છલ તાલુકામાં સમાવિષ્ટ પાટીબંધારા, મોહિની, ભડભૂંજા, દેવચાંદની, નિઝર તાલુકાના રૂમકીતલાવ,આડદા,
વાકા,કુકરમુંડાના તોરંદા,નીભોરા જેવા ગામો નો સમાવેશ થાય છે.
જે માટે તાપી જિલ્લાની જાહેર જનતાને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયત તાપી દ્વારા અનુરોઘ કરવામાં આવ્યો છે

 

લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે, જેને સામાન્ય રીતે હાથીપગા (એલીફન્ટાઈસીસ) તરીકે ઓળખવામાં આવે છે. તે ફાઈલેરીયલ પરોપજીવી તરીકે ઓળખાતા દોરી જેવા કૃમિથી થાય છે. જે મચ્છર (કયુલેકસ) કરડવાથી આવા પુખ્ત કૃમિ (નર અને માદા બંને) લસિકાગ્રંથીઓમાં દાખલ થઈ જાય છે અને ત્યાં માદા કૃમિ માઈક્રોફાઈલેરીયા તરીકે ઓળખાતા લાખો કૃમિઓને જન્મ આપે છે અને હાથી પગો રોગ થવાની શરૂઆત થાય છે, જો યોગ્ય સમયે સારવાર ન લેતા વિકૃતીમાં પરિણમે છે.
હાથીપગા રોગથી દર્દીનું મૃત્યુ થતું નથી.આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other