તાપી જિલ્લા ખાતે વ્યારા મતવિસ્તાર માટે 22 રાઉન્ડમાં તથા નિઝર માટે 29 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે

Contact News Publisher

તાપી જિલ્લામાં મતગણતરી દિવસ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
…………………
(માહિતી બ્યુરો વ્યારા -તાપી) તા.૦૭: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, મતગણતરી દિવસ તા.૦૮-૧૨-૨૦૨૨ના દિને હોઇ આ અન્વયે જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરસુશ્રી ભાર્ગવી દવેએ મતગણતરી સેન્ટર અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં આવતી કાલ સવારના ૮.૦૦ કલાકે સોનગઢ તાલુકાની ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હોલ ખાતે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરી માટે ૧૭૧-વ્યારા (અ.જ.જા)માં ૧૪ ટેબલો ઉપર ૧૭ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧૭ આસી. કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨૦ માઇક્રોઓબઝર્વ દ્વારા ૨ર રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગ માટે પણ ૧૪ ટેબલો ઉપર ૧૭ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧૭ આસી. કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨૦ માઇક્રોઓબઝર્વ દ્વારા ૨૯ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. વધુમાં આર.ઓ, નાયબ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી સહિત રીઝલ્ટ શીટ, જીનેશીસ, ઇટીપીબીએસ, રીપોર્ટીંગ તથા સીલીંગની કામગીરી માટે સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. આ સાથે કલેક્ટરશ્રીએ પત્રકારશ્રીઓ માટે મિડીયા સેન્ટરની વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સાથે સર્વે પત્રકારશ્રીઓને મતગણતરી વિસ્તારમા પ્રવેશ માટે અધિકાર પત્ર સાથે રાખવા તથા ભારત સરકારન ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કવરેજ કરવા અપીલ કરી હતી.
પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી મતગણતરીની આનુષાંગિક વ્યવસ્થા અંગે વિસતૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે મતગણતરી માટે નિમણુંક પામેલા કર્મચારી-અધિકારીઓની તાલીમ અંગે, વધારાના કાઉન્ટીંગ એ.આર.ઓ, ઉમેદવારો/મતગણતરી એજન્ટની વિગતો આપી હતી જેમાં ૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક માટે ૩૫ એજન્ટો તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) માટે ૭૮ મતગણતરી એજન્ટો નોંધાયા છે એમ જણાવ્યું હતું. આ સાથે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મતગણતરી કેન્દ્ર ખાતે સુરક્ષા અર્થે ત્રી-સ્તરીય બંદોબસ્ત સાથે કાઉન્ટીંગ હોલ ખાતે પરિણામ તેમજ અગત્યની સુચનાઓની જાહેરાત માટે પુરતી વ્યવસ્થા,સીસીટીવી, ફાયરફાઇટર, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત વિવિધ વ્યવસ્થા કરવામાં આવેલ છે એમ ઉમેર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં નાયબ કલેક્ટર-1 તૃપ્તિ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દિલિપસિંહ ગોહિલ, ચિટનીશ ટુ કલેક્ટર મયંક પ્રજાપતિ, સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર સહિત જિલ્લાના વરિષ્ઠ પત્રકારશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other