દેશી હાથ બનાવટની બંદુક સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી
(પ્રતિનિધ) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, પિયુષ પટેલ સાહેબ શ્રી, સુરત વિભાગ સુરતનાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ સાહેબશ્રીનાઓએ વિધાન સભા ચુંટણી દરમ્યાન ગેરકાયદેસર હથિયારો ના કેસો શોધી કાઢવા તથા એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી તાપી દ્વારા આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૨/૨૦૨૨ નાં રોજ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એસ.ઓ.જી ના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી શાખાનાં આ.પો.કો વિપુલભાઇ રમણભાઇને મળેલ બાતમી હકિકત આધારે મોજે.કાળીકાકર ડુંગરના રીઝર્વ ફોરેસ્ટમાં વન્ય પ્રાણીનાં શિકાર માટે નિકળેલ ત્રણ ઇસમો નામે (૧) વિજયભાઇ મોહનભાઇ કોંકણી (ર) રાકેશભાઇ મોહનભાઇ કોંકણી (૩) સચીનભાઇ શંકરભાઇ કોંકણી તમામ રહે. કરજખેડ આશ્રમફળીયુ તા.ડોલવણ જી.તાપી નાઓ એક દેશીહાથ બનાવટની સીંગલ બેરલ બંદુક કિંમત રૂ.૧૦,૦૦૦/- ની પોતાના કબ્જામાં લાયસન્સ કે પરમીટ વગર રાખી પકડાય ગયેલ હોય તેઓ વિરૂધ્ધ ડોલવણ પોર્સ્ટ ગુ.ર.ની ૧૧૮૨૪૦૦૯૨૨૦૮૪૮૪૨૦૨૨ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)એ,૧(૧-એ)(૧-બી)બી મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગુનાની આગળની તપાસ ડોલવણ પોસ્ટે દ્વારા કરવામાં આવી રહી છે.
કામગીરી કરનાર કર્મચારી
(૧) પો.સ.ઇ.શ્રી જે.બી.આહિર
(૨) UASI સોમનાથભાઇ સંભાજીભાઇ વળવી
(૩) UASI આનંદજીભાઇ ચેમાભાઇ
(૪) આ.હે.કો રાજેન્દ્રભાઇ યાદવરાવ
(૫) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઇ ગામીત
(૬) આ.પો.કો વિપુલ રમણભાઇ ચૌધરી
(૭) આ.પો.કો દિગ્વીજયસિંહ કોદરસિંહ રાઠોડ
(૮) આ.પો.કો વિજયભાઇ બબાભાઇ