ઓલપાડની કરંજ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નિપુણ ભારત મિશન સંદર્ભે તેમજ ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. સદર કાર્યક્રમનાં ભાગરૂપે સુરતનાં ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ દ્વારા વાર્તા કથન તથા વાર્તા લેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સી.આર.સી. કક્ષાની આ સ્પર્ધામાં ક્લસ્ટરની 11 પ્રાથમિક શાળાઓનાં 26 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના઼ં માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા જણાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
સ્પર્ધાનાં અંતે પરિણામો નીચે મુજબ ઘોષિત થયા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ 1/2 (વાર્તા કથન) : પ્રથમ – આરોહી અજયભાઈ પટેલ (જીણોદ), દ્વિતીય – આરોહી હસમુખભાઈ પટેલ (મીરજાપોર), તૃતિય – ડેનીલ ચેતનભાઇ પટેલ (કરંજ)
પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ 3 થી 5 (વાર્તા કથન) : પ્રથમ – જીયા ચંદ્રકાંતભાઈ રાઠોડ (જીણોદ), દ્વિતીય – વિધિ ગિરીશભાઈ મૈસુરીયા (નઘોઇ), તૃતિય – ગ્રીસા દત્તુભાઈ આહિર (કરંજ)
મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 (વાર્તા લેખન) : પ્રથમ – પાર્થ રાકેશભાઈ ભગવાગર (મોર મુખ્ય), દ્વિતીય – ફેની ચેતનભાઇ પટેલ (કરંજ), તૃતિય – પ્રિયાંશી ચેતનભાઇ પટેલ (જીણોદ)
સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સોનલ બ્રહ્મભટ્ટ, રોશની પટેલ, ધર્મિષ્ઠા પટેલ, જ્યોતિ પટેલ, સરોજ ચૌધરી, આશા ખોલિયા, યશુમતી પટેલ, ભક્તિ પટેલ તથા પ્રેક્ષા પટેલે કામગીરી બજાવી હતી. કાર્યક્રમનું સંચાલન કરંજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક કાંતિ પટેલે કર્યું હતું. કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે સૌ સ્પર્ધક બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.