તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર બેઠક પર ચૂંટણી ફરજ પરના કર્મચારીશ્રી / અધિકારીશ્રીઓને પ્રોત્સાહિત કરવા “કૌન બનેગા વિજેતા” ક્વિઝ યોજાઇ

Contact News Publisher

ભારત અને રાજ્યના ચૂંટ્ણી કમિશ્નરને સારામાં સારું ઉદાહરણ પુરું પાડવા “ટીમ તાપી” પ્રયત્નશીલ અને સુસજ્જ છે- જિલ્લા ક્લેક્ટર અને ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે
……………..
માહિતી બ્યુરો વ્યારા તાપી તા.29 આગામી તા. ૧ ડિસેમ્બરે વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ નું પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે.રાજ્યમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં જિલ્લા ક્લેક્ટર અને ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના નેતૃત્વ હેઠળ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર વિધાન સભા બેઠક પર ચૂંટણી ફરજ પરના કર્મચારીશ્રી/ અધિકારીશ્રીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુશ્રી ભાર્ગવી દવે અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલની ઉપસ્થિતીમા ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણીલક્ષી સવાલો આધારીત “કૌન બનેગા વિજેતા” ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી.

તમામ પ્રતિસ્પર્ધીઓને તથા તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર વિધાન સભા બેઠક પર ચૂંટણી ફરજ પરના કર્મચારીશ્રી/ અધિકારીશ્રીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુશ્રી ભાર્ગવી દવે જણાવ્યું હતુ કે, તમામે પોતાની ફરજ નિષ્ડાપુર્વક નિભાવવાની છે અને તાપી જિલ્લામાં શુન્ય ભુલથી કામ થાય તથા આપણા ભારત અને રાજ્યના ચૂંટ્ણી કમિશ્નર આમ બંનેને સારામાં સારું ઉદાહરણ પુરું પાડવા “ટીમ તાપી” પ્રયત્નશીલ અને સુસજ્જ છે તેમ જણાવ્યું હતું.

“કૌન બનેગા વિજેતા” ક્વિઝ સ્પર્ધા ખાસ તાપી જિલ્લાના 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભા બેઠક પર ચૂંટણી ફરજ પરતા કર્મચારીશ્રી/અધિકારીશ્રીઓને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવી હતી. આ ક્વિઝમાં દરેક સ્પર્ધકને 10 સવાલો આપવામાં આવ્યા હતા. દરેક સવાલના 10 માર્ક્સ મહત્તમ 1 મિનિટમાં જવાબ અને 4 વિકલ્પો રાખવામાં આવ્યા હતા કુલ 100 ગુણની આ ક્વિઝ હતી .જેમાં બંને વિધાનસભાના મથકમાથી પાંચ-પાંચ સપર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આમ કુલ 10 સ્પધકોએ આ ક્વિઝ્માં ભાગ લિધો હતો. જેમાં વ્યારા બેઠકમાથી ટોપ થ્રીમાં મિત્તલ પટેલ જેમણે માત્ર 56 સેક્ન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 ગુણ મેળવી પ્રથમ ક્રમે રહ્યા હતા.જ્યારે બીજા ક્રમે રશિક ધનાણી 72 સેકન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 ગુણ હતા.જીજ્ઞાશા પટેલ 84 સેકન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 મેળવી ત્રીજા ક્રમે રહયા હતા. જ્યારે 172 નિઝર વિધાન સભા બેઠકમાથી ગૌરવ પ્રકાશ ગોહિલ 42 સેકન્ડમાં 90 ગુણ મેળવી પ્રથમ ક્રમે રહ્યા હતા. કલ્પના પટેલ 90 માર્ક્સ 93 સેકન્ડમાં મેળવી બિજા ક્રમે રહ્યા હતા જ્યારે શૈલેષ વારલેકર 60 ગુણ મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો હતો.તમામ વિજેતાઓને તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરી બિરદાવવામાં હતા.

આ “કૌન બનેગા વિજેતા” ક્વિઝ સ્પર્ધામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી, જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી દિલીપસિહ ગોહિલ, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી, મામલતદાર ડોલવણશ્રી હાર્દીક ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં નાયબ કલેક્ટર તૃપ્તિ પટેલ અને ચીટનીશ ટુ કલેકટરશ્રી મંયક પ્રજાપતિ દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં હતું તથા જિલ્લા પ્રોજેક્ટ મેનેજર સાગર પરદેશીએ કોમ્પ્યુટર માસ્ટર તરીકે તથા અરવિંદભાઇ ગામીતે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યંો હતું. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી “કૌન બનેગા વિજેતા” ક્વિઝ સ્પર્ધાને સફળ બનાવી હતી.
00000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other