ડોલવણ તાલુકાના એક ગામની પરણિત મહિલાને પતિ હેરાન કરે તેવા કિસ્સામાં સુખદ સમાધાન કરાવતી તાપી અભયમ ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દરરોજના ઝગડાથી તંગ આવેલ પત્નીએ પતિને સમજાવવા માટે મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ માગતા તાપી અભયમ રેસકયુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દંપતીના અસરકારક કાઉન્સિલીગ કરાવી મનમેળ કરવામાં સફળતા મળી. પિડિતાએ જણાવેલ કે તેમના પતિ દ્વારા દરરોજ હેરાનગતિ કરવામાં આવે છે.દરરોજ વ્યસન કરીને આવે છે. પિડીત મહિલાની એક છોકરી છે.મજુરી કામ કરી ઘર ચલાવે છે. પિડિતા બેનને ધરખચૅ માટે પૈસા આપતો નથી મજુરી કરી દારુનું વ્યસન કરી આવે છે. પિડીતાબેન પોતાનું ગુજરાન મજુરી કામ કરી ચલાવે છે.જેથી તેમને સમજાવવા માટે ૧૮૧ પર ફોન કરેલ અભયમ ટીમ દ્વારા તેઓનુ અસરકારક કાઉનસિલીગ કરી પરિવારમાં શાંતિ રહે તેવું વાતાવરણ બનાવવું જોઈએ પત્નીને હેરાન કરવા એ સામાજિક કાયદાકીય અપરાધ છે. તેથી પતિએ પોતાની ભુલ કબુલી હતી. દારુ પીવાનું છોડી દેશે.જેની બાંહેધરી આપી હતી.અને ધરખચૅ તથા પરિવારમાં શાંતિથી રહેશે તેથી પિડીતા બેનને તેમના પતિએ એક સુધારાની તક આપવા જણાવેલ ત્યારે પિડીતા બેને પણ પતિને એક સુધારાની તક આપવા માંગતા હોય જેથી બંને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું પોતાને મળેલ મદદ બદલ અભયમ ટીમનો આભાર માન્યો હતો.