સાર્વજનિક હાઇસ્કૂલ ઉચ્છલ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી, મહેંદી સ્પર્ધા તથા બિરસામૂંડાની પ્રતિમા સામે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી
પ્રતિનિધિ દ્વારા, તાપી: તા.૧૮:-સાર્વજનિક હાઇસ્કૂલ ઉચ્છલ ખાતે શાળાના પ્રિન્સિપાલશ્રી દિપકકુમાર કેપ્ટન તથા નોડલ અધિકારીશ્રી પ્રીતિ રાણાના માર્ગદર્શન હેઠળ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાથીઓ દ્વારા બાઇક રેલી, મહેંદી સ્પર્ધા તથા સોનગઢ ત્રણ રસ્તા પર આવેલ બિરસામૂંડાની પ્રતિમા સામે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.“માય વોટ માય રાઇટ”તથા “વોટ ફોર બેટર ઇન્ડિયા” ની થિમ તથા “100% મતદાન કરશે તાપી” નો સંદેશો આપતો તાપી જિલ્લાનો નકશો બનાવી ત્રણ રસ્તાને વિદ્યાર્થીઓએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.આકર્ષક રંગોળી બનાવી લોકોને આવનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મત આપવા પ્રેતિત કરતા સંદેશાઓ લખી લોક્શાહીના આવસરને ભવ્ય રીતે ઉજવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦