નવા/જુના વાહનોની લે-વેચ કરનારાઓએ લે-વેચની વિગતો પોલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરાવવી

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા ૧૬: તાપી જિલ્લામાં નવા/જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડી જરૂરી વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જણાવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં તમામ નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીક તથા પેઇન્ટર વગેરેએ હાલ સુધીમાં નવા/જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. વધુમાં નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીકતથા પેઇન્ટર વગેરે હવે પછી નવા/જુના વાહનોની લે-વેચ કરે તો તેની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી તથા સંબંધિત મામલતદારને દિન-૭માં નિયત નમૂનામાં આપતા રહેવાનું રહેશે. આ હુકમ તા.૧૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other