શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

Contact News Publisher

શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં
……………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.15: આગામી તા:-૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ -૧૯૪૮, કારખાના અધિનિયમ- ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ- ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંખ્યા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ- ૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, શ્રી ડી. એન. શાહ, સરકારી શ્રમ અધિકારીશ્રી, તાપી, ફોન નં-૦૨૬૨૬ ૨૨૧૦૭૦, સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર ૧૨, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા તાપી નો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઇલેકટર્સ અને સરકારી શ્રમ અધિકારીશ્રી વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other