તાપી જિલ્લાના ૧૯,૫૪૦ બાળકો પોતાની આગવી કલા દ્વારા બાળ દિવસની ઉજવણીમાં સહભાગી થયા

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪ઃ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂની ૧૩૩ મી જન્મજયંતિ નિમિત્તે અત્રેની આઈ.સી.ડી.એસ જિલ્લા પંચાયત,તાપીમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ૧૦૪૯ આંગણવાડીના ૧૯,૫૪૦ બાળકો દ્વારા ૧૪ નવેમ્બર,૨૦૨૨ બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહ ભેર બાળકો, કિશોરીઓ,વાલીઓ,ગામના સંરપચશ્રીઓ,ડેરીના સભ્યો વડીલો, નિવૃત શિક્ષકોશ્રીઓ,સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. આંગણવાડી કક્ષાએ વેશ ભૂષા, રમતો, બાળગીત, રેલી, એક પાત્રીય અભિનય દ્વારા બાળકોએ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરી બાળ દિવસની ઉજવણીમાં સહભાગી થયા.સમગ્ર ભારતમાં ૧૪ નવેમ્બર ને “રાષ્ટીય બાળદિન” તરીકે ઉજવવામાં આવે છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other