ચૂંટણી પ્રક્રિયામાં મત આપી ઉત્સાહભેર લોકશાહીના તહેવારમાં ભાગ લેવા સંકલ્પબધ્ધ થતા તાપી જિલ્લાના જાગૃત મતદારો
વ્યારા ૧૭૧ મતવિસ્તારના વિવિધ સ્થળોએ “અવસર રથ” દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા
…………………………
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ વ્યારાના સયાજીગ્રાઉન્ડ ખાતે થી અવસર રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો
……….
*માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા. 13* ગુજરાત રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી -૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા સુચારૂ પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે વ્યારા ૧૭૧ મતવિસ્તારના વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડ ખાતે થી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે અવસર રથને ફ્લેગ ઓફ કરી વિવિધ સ્થળો જવા માટે રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ “અવસર રથ” દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેકટરશ્રી તાપી એ તમામ મતદારોને ૧લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
૧૭૧-વ્યારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી- વ્યારા એચ. જે. સોલંકી અવસર રથ સાથે રહી અને શેરી નાટકના કાર્યક્રમના સ્થળે હાજરી આપી મતદારોને આગામી ચૂંટણીમાં અચુક મતદાન કરવા નમ્ર અપીલ કરી હતી.
વ્યારા તાલુકાના કાનપુરા, વ્યારા પાનવાડી, ઉંચામાળા,પનિયારી ગામે અવસર રથ ફેરવવામાં આવ્યો હતો. તેમજ મતદારોને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત કરવા પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓછુ મતદાન ધરાવતા વિસ્તારો પૈકી સયાજી ગ્રાઉન્ડ વ્યારા શિવાજી લાઇબ્રેરી વ્યારા તથા મુખ્ય પ્રાથમિક શાળા ડૉલવણ ખાતે શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં અવસર રથ કાનપુરા-3, પાનવાડી-2, વ્યારા-19, વ્યારા-18, વ્યારા-12, ઉંચામાળા-6, ઉંચામાળા-5, ઉંચામાળા-7 મતદાન મથકો ખાતે અવસર રથ ભ્રમણ કરી નાગરિકોને મતદાનના મહત્વ અંગે મામલતદારશ્રી, સ્થાનિક BLO, વિવિધ નોડલ ઓફિસરો દ્વારા સમજુતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત અવસર રથ ઉપર સહિ કરી ગ્રામજનો ચૂંટણી પ્રક્રિયામાં મત આપી ઉત્સાહભેર લોકશાહીના તહેવારમાં ભાગ લેવા સંકલ્પબધ્ધ થયા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક BLO, નોડલ ઓફિસરો, એફ.પી.એસ. સંચાલક, એમ.ડી.એમ. સંચાલક, તલાટી કમ મંત્રીશ્રીઓ, વિદ્યાર્થીઓ,ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો/મતદારો હાજર રહી અવસર રથના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
000000