તાપી જિલ્લામાં લોકશાહીના ઉત્સવની નિતનવિન પ્રવૃતિઓ દ્વારા ઉજવણી
વિવિધ સ્થળોએ ગોઠવેલા સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર
………………………….
નવા યુવા મતદારોને ચૂંટણીના મહત્વને સમજાવવા મનોરંજન અને સર્જનાત્મક પ્રવતિઓનો પણ બખુબી ઉપયોગ કરતું તાપી જિલ્લા ચૂંટણી તંત્ર
………………………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.13 સમય સાથે ચાલવું માનવીનો સ્વભાવ રહ્યો છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. ત્યારે નવા યુવા મતદારોને ચૂંટણીના મહત્વને સમજાવવા મનોરંજન અને સર્જનાત્મક પ્રવતિઓનો પણ બખુબી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાપી જિલ્લમાં વિવિધ સ્થળોએ ગોઠવેલા લોકશાહીના અવસર અંગેના સેલ્ફી પોઇન્ટ તમામ વય જુથના મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ ઉપર મિત્રો સહિત ફોટો લઇ પોતે મતદાન કરવા માટે અને અન્યને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત વિવિધ સ્થળોએ શેરી નાટક, રંગોળી સ્પર્ધા, મતદાન જાગૃતિ રેલી, EVM-VVPAT નિદર્શન જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને આગામી ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવા અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, તાપી જિલ્લાના કુલ-૫,૦૫,૪૮૧ મતદારો નોંધયેલ છે જેમાંથી કુલ-13,800 નવા યુવા મતદારો છે. જે પહેલીવાર લોકશાહીમાં પોતાના મતાધિકારના ઉપયોગ થકી ગુજરાતનું ભાવી ઘડશે. આ તમામ મતદારો આગામી 1લી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ કુલ-૬૦૫ મતદાન મથકોએ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ મતાધિકારનો ઉપયોગ કરે તેવા સકારાત્મક પ્રયાસો તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયા છે. અત્રે રસપ્રદ બાબત એ છે કે તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. અહી કુલ-૨,૪૬,૩૬૨ પુરુષ મતદારોની સામે ૨,૫૯,૧૧૪ સ્ત્રી મતદારો નોંધાયેલા છે.
૦૦૦૦૦૦૦૦૦