ચુંટણી દરમ્યાન SMS તથા સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ અટકાવવા નોડલ ઓફિસરની નિયુક્તિ
(મહિતીબ્યુરો,વ્યારા-તાપી) તા.09 આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે તાપી જીલ્લામાં SMS તથા Social media નો દુરૂપયોગ થતો અટકાવવા તથા વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે તથા કોઇપણ વ્યક્તિને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને સોશિયલ મિડીયાના માધ્યમથી મળે તો આ અંગે કોઇ ફરીયાદ આવે તો તેના તાત્કાલીક લઇ નિકાલ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા અત્રેના તાપી જીલ્લા પોલીસ વિભાગમાં શ્રી જે.એસ.નાયક નોડલ અધિકારી SMS તથા સોશિયલ મિડીયા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુ.મ.તાપી મો.નં. ૯૯૨૫૦૩૨૮૦૪ તથા નોડલ અધિકારી SMS તથા social media મદદમાં શ્રી જે.બી આહીર પો.સ.ઇ. એસ.ઓ.જી. તાપી મો.નં. ૯૬૩૮૩૩૩૯૧૦ ની નિમણુંક કરવામાં આવેલ છે. જે કોઇ વ્યક્તિને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરિયાદ કે રજૂઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત નોડલ અધિકારી SMS તથા સોશિયલ મિડીયા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મુ.મ.તાપી, બ્લોક નંબર-૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન, પાનવાડી ખાતે તથા નોડલ અધિકારીના મોબાઇલ નંબર- ૯૯૨૫૦૩૨૮૦૪ ઉપર જાણ કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000