જિલ્લાના વિધાનસભા મત વિસ્તારોના મુખ્ય મથકો ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત

Contact News Publisher

જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો, લાઉડ સ્પીકર વગેરે પરવાનગીઓ એક જ સ્થળેથી મળી રહેશે

………………….
(મહિતીબ્યુરો,વ્યારા-તાપી) તા.08 આગામી વિધાનભા સામાન્ય ચૂંટણી-૨૨ દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષોને જાહેરસભા/રેલી/સરઘસ/વાહન અને લાઉડ સ્પિકર જેવી વિવિધ ચુંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર તેમજ તે માટે અલગ અલગ કચેરીઓનો સંપર્ક કરવો ન પડે તે માટે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતમાં પત્ર ક્રમાંક:ઇએલસી/૨૯૨૨/એલએ-૧૬/છ 10.૨),૧0/૨૨તી સૂચના મુજબ સિંગલ વિન્ડો સીસ્ટમ ઉભી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં અધિકારીશ્રીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

સિંગલ વિન્ડો સિસ્ટમ નોડલ ઓફિસરશ્રીઓમાં વિધાનસભા મતદાર વિભાગ 171 વ્યારા (અ.જ.જા) , કેયુર એ. પટેલ ડેપ્યુટી એન્જિનિયરશ્રી, એટીવીટી-વાલોડ,પ્રાંત કચેરી-વ્યારા,ફોન.નં 02626220551 તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) માટે શ્રી જી.આર વસાવા, મામલતદારશ્રી નિઝર, ફોન નં. ૦૨૬૨૮-૨૪૪૦૦૯,તેમજ જિલ્લા કક્ષાએ શ્રી મયુર પ્રજાતિ, ચીટનીશ ટુ ધી કલેક્ટર તાપી-વ્યારા, મેજિસ્ટ્રેટ શાખા ફોન નં.૦૨૬૨૬-૨૨૧૨૩૬નો સંપર્ક કરવાનો રહેશે.

ઉમેદવારો રાજકીય પક્ષોને જાહેરસભા/રેલી/રારધરા/વાહન અને લાઉડસ્પીકર જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ મેળવવા માટે નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે. પરવાનગી માગતા રાજકીય પક્ષ ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલાં સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના નોડલ અધિકારીશ્રી/વિધાનસભા મત વિસ્તારના મુખ્ય મથક ખાતેના સિંગલ વિન્ડો સિસ્ટમની કચેરી ખાતે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.એકથી વધુ કાર્યક્રમ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.કોઈ વિધાનસભા મતવિસ્તારના કાર્યક્રમની મંજુરી માટે એકથી વધુ જિલ્લા વિધાનસભા મતવિસ્તાર સમાવિષ્ટ થતાં હોય તો તે દરેક જિલ્લા/વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અલગ અ૨જીઓ કરવાની રહેશે. ઉપરોક્ત પ્રક્રિયા માટે જરૂરી અરજી ફોર્મ સબંધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તથા સિંગલ વિન્ડો કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *