તાપી જિલ્લામાં છટાદાર ભાષણો ,ચાળા ,ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયા૨ ક૨વા અથવા તેનો ફેલાવો ક૨વા જેવા કૃત્યો ૫૨ પ્રતિબંધ
(મહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.08 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તથા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે અને હાલમાં વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભારતના ચુંટણી આયોગે બંધા૨ણની કલમ-૩૨૪ મુજબ બહાર પાડેલ ચુંટણી આચારસંહિતાની જોગવાઇઓના અમલ માટે નીચે જણાવ્યા મુજબ પ્રતિબંધ મુકવાની જરૂરીયાત જણાતા તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,આર.જે.વલવીએ મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૦/૧૨/૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુધી છટાદા૨ ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો ક૨વાથી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયા૨ ક૨વાથી, દેખાડવાથી અથવા તેઓ ફેલાવો ક૨વાથી સુરૂચીનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો આપવા અથવા ચાળા ક૨વા અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયા૨ ક૨વા અથવા તેનો ફેલાવો ક૨વા જેવા કૃત્યો. કૃત્યો ૫૨ પ્રતિબંધ ફરમાવ્યા છે.આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ઈસમને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
00000000000000000