જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોનો બગાડ કરવા પર પ્રતિબંદ
(મહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.08 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી સમયે રાજકીય પક્ષો કે ઉમેદવારોએ, કાર્યકરોએ, સમર્થકોએ ધ્વજ, આધાર દંડ, બેન૨, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહે૨ મકાન, દિવાલ, હાઇવે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશા સૂચક સાઇનબોર્ડ,હાઇવે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઈ નોટીસ બોર્ડ વિગેરે જાહે૨ અથવા ખાનગી મિલ્કતોનો ૫૨વાનગી સિવાય માલ-મિલ્કતનો બગાડ નહી ક૨વા સુચના આપવામાં આવે છે.
આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી આર.જે.વલવી દ્વારા ફોજદારી કાર્યરીતી-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના તમામ વિસ્તા૨ માટે રાજકીય પક્ષો કે ઉમેદવારોએ, કાર્યકરોએ, સમર્થકોએ ધ્વજ, આધાર દંડ, બેન૨, નોટીન્સ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહે૨ મકાન, દિવાલ, હાઇવે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશા સૂચક સાઇનબોર્ડ, હાઇવે ૫૨ના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રર્શિત કરેલ કોઈ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો પરવાનગી સિવાય બગાડ કરવા પર પ્રતિબંદ ફરમાવવામાં અવ્યો છે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ઈસમને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.