નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવાની ઝુંબેશ અન્વયે એસ . ઓ . જી . ભરૂચના પો . ઇ . શ્રી પી . એન . પટેલ નાઓના માર્ગદર્શન અને સુચના અન્વયે પો . સ . ઇ . શ્રી કે . એમ . ચૌધરી તથા પો . સ . ઇ એમ . આર . સકોરીયા એસ . ઓ . જી . પોલીસ માણસો ભરૂચ શહેર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં એ . ટી . એસ . ચાર્ટર મુજબની કામગીરીમાં હતા દરમ્યાન એ . એસ . આઇ પ્રદીપભાઇ રમેશભાઇ નાઓની અંગત બાતમી આધારે બાલીસણા પોલીસ સ્ટેશન જી . પાટણ ના ગુ . ર . નંબર – I ૨૫ / ૨૦૧૯ આઇ . પી . સી કલમ ૩૦૭ , ૩૨૫ , ૫૦૬ ( ૨ ) ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , જી . પી એક્ટ ૧૩૫ વિગેરે મુજબ નાસતો ફરતા આરોપી કિશનભાઇ અશોકભાઇ ચુડાસમા રહે . વેજલપુર પારસીવાડ ભરૂચ નાને આજરોજ તા ૦૧ / ૦૧ / ૨૦૨૦ ના ક . ૧૮ / ૦૦ વાગે ભરૂચ મુસાફરખાના રેલ્વે સ્ટેશન નજીકથી બાતમી આધારે પકડી CrPC ૪૧ ( ૧ ) આઇ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
કામગીરી કરનાર પોલીસ કર્મચારી એ . એસ . આઇ પ્રદીપભાઇ રમેશભાઇ પો . કો . મંહમદગુફરાન મોહમદઆરીફ હેડ . કોન્સ . રવિન્દ્રભાઇ નુરજીભાઇ પો . કો . અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ