મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલમાં NSSનો એક દિવસીય કેમ્પ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિલ્લો – તાપી દ્વારા તા: ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્ર અન્વયે તથા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વચ્છ ભારત કાર્યક્રમના ભાગરૂપે કોલેજના આચાર્યશ્રી કે.આર. ભટ્ટ મેડમના માર્ગદર્શન હેઠળ NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એન.એન.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.તૃપ્તિબેન આર. પાડવી તેમજ પ્રા.પ્રદીપભાઈ એમ વસાવા, પ્રા.પ્રમોદભાઈ વી. વળવી, પ્રા.કમલેશભાઈ એસ. વસાવા અને ડૉ.પ્રા.રુનીલાબેન ડી.ગામીત હાજર રહ્યા. એક દિવસીય NSS કેમ્પ માટે ઐતિહાસિક સ્થળ ધારેશ્વર મહાદેવ મંદિર પસંદ કરવામાં આવ્યું.
કોલેજથી સવારે ૦૮:૩૦ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યાં પહોંચી સૌપ્રથમ વિદ્યાર્થીઓને જૂદી જૂદી ટુકડીમાં વહેંચી દેવામાં આવ્યા અને દરેક ટૂકડીને સફાઇ માટે અલગ અલગ જગ્યા સોંપી દેવામાં આવી. મંદિરનું મેદાન, બગીચો, પગથિયાં, ગૌશાળા, મંદિરની ચારેબાજુ વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી, પ્રાધ્યાપકો દ્વારા ઉત્સાહ પૂર્વક સફાઇ કરવામાં આવી. ત્યારબાદ સમૂહમાં ભોજન લેવામાં આવ્યું અને NSSની આગામી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને પરીચિત કરવામાં આવ્યા. એ રીતે ઐતિહાસિક તીર્થ સ્થળની સાફસફાઈ મા દેવ મોગરા સરકારી વિનયન કોલેજ,ઉચ્છલ,જિલ્લો તાપી ના NSS ના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ કરીને શ્રમ તથા સફાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું