કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર ઉચ્છલ ખાતે મહિલાઓને તાલીમ અપાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં તારીખ:૨૦/૧૦/૨૦૨૨ ગુરુવાર નાં રોજ કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર ઉચ્છલ ખાતે ૧૦ ગામોની મહિલાઓ આગેવાન બેનોની તાલીમ રાખવામાં આવી હતી.આ તાલીમમાં ૨૩ મહિલાઓ ભાગ લીધો હતો.જેઓને વિપુલભાઈ અને મનીષાબેન દ્રારા સરકારી યોજનાઓ કેવી રીતે મળી શકે. I. C.D.S.માંથી મળતી યોજનાઓ, મહિલા અધિકારો અને મહિલા હેલ્પલાઇન નંબર,કુપોષિત ના કારણો,કિચન ગાર્ડન વિષે તથા મહિલાઓને વિવિધ કાયદાકીય અધિકારો અને બાળકો/સ્ત્રીને મળતી સરકારશ્રી દ્રારા આપવામાં આવતી યોજનાઓ વિષે વિપુલભાઈ અને મનીષા બેનએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર ઉચ્છલમાં કામ કરતા વિપુલભાઈ અને મનીષાબેન લોકોસેવા કરવા માટે આગળ રહી સમાજસેવા કરી રહ્યા છે.