કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર નિઝર ખાતે મહિલાઓને તાલીમ અપાઈ
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર):તાપી જિલ્લાના નિઝર તાલુકામાં તારીખ:૧૭/૧૦/૨૦૨૨ સોમવારનાં રોજ કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર નિઝર ખાતે ૧૦ ગામોની મહિલાઓ આગેવાન બેનોની તાલીમ રાખવામાં આવી હતી.આ તાલીમમાં ૩૯ લોકોએ ભાગ લીધો હતો.જેમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, કિચન ગાર્ડન, l. C. D. S.ની યોજનાઓ તથા મહિલાઓને વિવિધ કાયદાકીય અધિકારો અને બાળકો/સ્ત્રીને મળતી સરકારશ્રી દ્રારા આપવામાં આવતી યોજનાઓ વિષે અમિતાબેન વળવીએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર નિઝરમાં કામ કરતી અમિતા બેન લોકોસેવા કરવા માટે આગળ રહી સમાજસેવા કરી રહ્યા છે.અમિતાબેન,અનિલભાઈ, અજયભાઇની ટીમ દ્રારા ગામમાં જઈને દરેક સમસ્યા જાણી નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.આ તાલીમમાં પત્રકારમિત્રો માનનીય જયસિંગભાઈ વસાવા (સંદેશ પત્રકાર ),જહેરસિંગભાઈ (દિવ્યભાસ્કર પત્રકાર)અને મુકેશ પાડવી(ગુજરાત રક્ષા પત્રકાર ) તથા વિકલ્પ સંસ્થાની ટીમ અને લોક સંગઠનના ઉપપ્રમુખ,મંત્રી હાજર રહ્યા હતા.તાલીમ બાદ નિઝર કાનુની કેન્દ્રના સાથીઓ અજયભાઇ,અમિતાબેન, અનિલભાઈ તેમજ ભીલજાબોલી ગ્રામસંઘઠનવતી પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.